Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાતના સમયે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ આ 3 કામ, નહીંતર….

દુનિયાભરની મહિલાઓ ઇચ્છે છે કે તેમના પરિવારમાં ખુશીઓ આવે પરંતુ ઘણી વખત મહિલાઓ પોતે એવી ભૂલ કરી બેસે છે જેના કારણે ઘરમાં મુસીબત આવવા લાગે છે. એક ઘરમાં ખુશી લાવવા માટે મહિલાઓનો મહત્વનું યોગદાન હોય છે. પરંતુ ક્યારેય નાની-નાની ભૂલોના કારણે ઘર પરિવારની ખુશીઓ દૂર થવા લાગે છે. તો આવો જોઇએ એવી કઇ ભૂલ છે જેનાથી ઘરમાં દુ:ખોના પહાડ તુટી પડે છે.
મહિલાઓ ન કરે આ કામ

– કહેવામા આવે છે કે મહિલાઓ રાતના સમયે ઘરનું દૂધ કે દહીં કોઇને પણ ન આપવું જોઇએ કારણકે આમ કરવાથી ઘરની સુખ- શાંતિ પર અસર પડે છે.

– તે સિવાય કહેવામા આવે છે કે મહિલાઓએ ભોજન કરેલા ગંદા વાસણ રાતે મુકી ન દેવા જોઇએ, પરંતુ રાતના સમયે તેને સાફ કરીને સૂવુ જોઇએ, કારણકે તેનાથી ઘરમાં માત લક્ષ્મીનો વાસ રહે છે.

– ઘરની મહિલાઓએ રાતના સમયે ક્યારેય પણ તેમના વાળને ખોલીને ન સૂવુ જોઇએ, કારણકે આમ કરવાથી ઘરમાં વધારે પ્રમાણમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને ઘરમાં ઝઘડા થયા કરે છે.

– જો તમે આ દરેક વાતનું ધ્યાન રાખશો તો ઘરમાં માત્ર ખુશીઓ જ આવશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111373192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now