#ભટકવું
કેમ ભટકાઈ ગયો તું મારી જીંદગીમાં તોફાન બની..!?
એ તોફાનના વમળમાંથી હજુય હું બહાર નીકળી શકી નથી..
તારા એ તુચ્છ વિચારો, તારી એ લોભામણી વાતો હજુય અકળાવે છે,
એમાંથી બહાર નીકળવાની કોઈ રાહ હું કળી શકી નથી..
એ તારા પર કરેલો વિશ્વાસ ને એમાં લીધેલા શ્વાશ રુંધવે છે જીવને,
પછી કોઈના પર હવે જલ્દી વિશ્વાસ હું કરી શકી નથી..
ખિલવા લાગી હતી તારી કહેવાતી મૈત્રીના ઓઠા હેઠળ ,
પણ અફસોસ છે તારા ખિલવાડ પર જેને હું ભૂલી શકી નથી..
મારી એ નિર્દોષ, સ્વભાવગત ભૂલ મારા મનને હજી પણ ડંખે છે..
ને એટલે જ હું મને જલ્દી માફ કરી શકી નથી..
દિલોદિમાગ ઘાયલ થયા ને સ્વાભિમાનને ઠેસ પહોંચી છે,
સરળતાથી ઘાવને ભરીને એને નીચું પડવા દેવાની રજા હું આપી શકી નથી..
©હરિતા ભટ્ટ