Gujarati Quote in Thought by kusum kundaria

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. આવા સમયે આપણા દેશમાં પણ ગઈ કાલે જનતા કર્ફયુ રાખવાની દેશના વડાપ્રધાને અપીલ કરી હતી, જેનું લોકોએ પાલન તો કર્યું પણ પાંચ વાગતાજ મોટા ભાગના લોકો એકી સાથે છત પર અને રસ્તા પર થાળી વગાડતાં નીકળી પડ્યા ! શું આ બરાબર છે? આટઆટલી વખત ટી.વી, પર સમજાવવામાં આવે ડોક્ટરો દ્વારા વિનવણી કરવામાં આવે છતાંય લોકો સમજતા નથી. લોકો ઘરમાં લાંબો સમય ટકી શકતાંજ નથી, દેશ માટે નહિ પણ તમારા પરિવાર માટે તો વિચારો. હજુ સ્થિતિ ગંભીરજ છે. પંદર દિવસ ઘરમાં પરિવાર સાથે રહો સલામત રહો, ખુદ સ્વસ્થ રહો! દેશ સ્વસ્થ રહેશે.

કુસુમ કુંડારિયા,
#બરાબર

Gujarati Thought by kusum kundaria : 111372013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now