Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jyotish Reason Behind Abdominal Disease

આ લોકોને સૌથી વધુ પેટના રોગો કરી શકે છે પરેશાન ?

રોગોની શરૂઆતનું મૂળ પેટ હોય છે. જ્યાં સુધી પેટમાં નિયંત્રણ રહે છે ત્યાં સુધી સ્વાસ્થ્ય સારું રહે છે. હસ્તજ્યોતિષ દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ વિશે જાણી શકીએ છીએ. હથેળી ઉપર મંગળનો ભાગ અર્થાત અંગુઠાની પાસે શુક્રની તરત જ ઉપરવાળો પર્વ અને શુક્રની સ્થિતિને જોઈને જાણી શકાય છે કે કંઈ વ્યક્તિને પેટને લગતી પરેશાનીઓ હશે.

જે વ્યક્તિઓનો મંગળ સારો નથી હોતો તેઓમાં ગુસ્સા અને આવેશનું પ્રમાણ વધુ રહે છે. અન્ય વ્યક્તિઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં એવા વ્યક્તિઓના ગુસ્સા આગળ નકામા થઈ જાય છે. ગુસ્સા અને આવેશના કારણે એવા લોકોનું ખૂન એકદમ ગરમ થઈ જાય છે. બ્લડ પ્રેશર પ્રમાણે ક્રોધની અસર પણ વધતી-ઘટતી રહે છે. રાહુનું કારણ જાતક પોતાના આર્થિક વાયદાઓને પૂર્ણ નથી કરી શકતું. આ કારણે પણ તેઓ તણાવનો શિકાર થાય છે.

આ પ્રમાણે મંગળ સારો ન હોય તો મસાલાઓવાળો ખોરાક ન લેવો જોઈએ, તળેલી વસ્તુઓથી પણ પરેજી રાખવી જોઈએ. આ જાતકોને સવાર-સાંજ દૂધ પીવું જોઈએ, મોડી રાત સુધી જાગરણ ન કરવું અને સવાર-સાંજનું ભોજન નિશ્ચિત સમયે જ કરવું. સવાર-સાંજ કેળાનું સેવન પણ લાભ-દાયક રહે છે. શુક્ર પ્રધાન હોવાને કારણે ભોજનનો સમય નિયમિત રહતો નથી એટલે ઉદર વિકાર(અર્થાત પેટને લગતા રોગો) થવા સ્વાભાવિક હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111370923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now