Gujarati Quote in Good Morning by Swati Joshi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કોરોના વાઇરસનો આભાર માનીએ તેટલો ઓછો છે મિત્રો...

આપણે કેટલા મહાન માણસો છીએ, ભારત કેટલી મહાન સંસ્કૃતિનો વારસો ધરાવે છે, આપણા જેવા પરોપકારીઓ આખા વિશ્વમાં કોઈ ન મળે, વિજ્ઞાન તો જાણે આપણે જ શોધ્યું છે... આ બધા જ વહેમ એક જ જાટકે તોડી પાડ્યા છે અને સાબિત કર્યું છે કે, આપણા જેટલા જડ-બુદ્ધિ, અજ્ઞાની, અમાનવીય, અવૈજ્ઞાનિક માણસો (ખરેખર માણસ કહેવા કે નહીં એ પણ પ્રશ્ન છે!) દુનિયામાં શોધ્યા નહીં મળે...

દર વખતની જેમ દોષનો ટોપલો કોના પર ઢોળવો એ ચર્ચામાં વ્યસ્ત આપણે ચીનાઓને દોષી ઠેરવી તો દીધા પણ, આપણે માંસ નથી ખાતા કે પશુ-પક્ષીની જયાફતો નથી ઉડાવતા એટલે કોઈ વાંકમાં નહીં એમ??

- હમણાં જ એક વિડીઓ જોયો એમાં તિલકધારી એક ભાઈ કહે છે કે, મોદીજી 500 રૂપિયા આપે તો, ટોઇલેટમાં પણ બેસશે બાકી, "તમે કહ્યું એમ કરવાનું થતું નથી!"

- શાહીન બાગવાળી જડસુ પ્રજા હજી ત્યાંથી હટવાનું નામ લેતી નથી, મરશે પછી કમ્પનસેશન માંગશે.

- ફલાણા-ફલાણા બાબાનાં અનુયાયીઓને કોરોના અડી પણ નહીં શકે...

- અલ્લાહનાં ખરા માનનારાઓનું કોઈ વાઈરસ કંઈ જ ન બગાડી શકે...

આ નોનસેન્સ સાંભળીએ/ જોઈએ જ છીએને ??

આ બંને ઉદાહરણો એટલે આપ્યા કે, કદાચ સમજી શકીએ કે સ્વાર્થ કે જડતા નો કોઈ ધર્મ હોતો નથી... હરામખોરી (મારા શબ્દો બદલ દિલગીર છું પણ, એ જ યોગ્ય શબ્દ છે!) એ લોહીમાં હોય..
પૈસા માટે જીવ પણ જોખમમાં મુકવાનો.. "હું તો મરું પણ, તને પણ....!" આ કઈ પ્રકારની માનસિકતા છે??

અલ્યા, કોઈ વિશેષ જ્ઞાન ન હોય એ સમજી અને સ્વીકારી શકાય એવી વાત છે પણ, માણસાઈ પણ ન હોય? મરવા નો આટલો બધો શોખ છે તો, કવોરેન્ટાઈન વોર્ડમાં જઈને મદદ કરો ને...

સતત કામ પર લાગેલા ડોક્ટર્સ અને નર્સીસ માટે સોશિયલ મીડિયા પર મેસેજ પોસ્ટ કરવાથી આભાર પ્રગટ કર્યો ગણી મનમાં પોરસાતા પશુઓ માત્ર ઘરમાં પડ્યા રહે તો પણ મોટી મદદ થશે...

આવડી વસ્તીમાં થોડી પણ બેદરકારી કેટલો મોટો વિનાશ સર્જે એની કોઈ કલ્પના પણ ખરી કે? આસપાસમાં રહેતા વડીલો કે બાળકો નાં મોઢા નહીં દેખાતા હોય આમને??
ક્યારેક લાગે કે, આ જાનવરો સામાન્ય બુદ્ધિ પણ વેંચીને ખાઈ ગયા છે..

બહુ 'હોશિયાર' ભારતવાસીઓને કુદરતી હાજતે ક્યાં જવાય, રસ્તા પર થુંકાય નહીં, કોઈનાં મોં પર છીંક કે ખાંસી ન જ ખવાય, પાણીનાં ગ્લાસ મોઢે માંડીને ન જ પીવાય, એંઠું આમતેમ ફેંકાય નહીં.. આ બધું શીખવવું પડે?? શરમ ન આવે તમને??

વિશ્વગુરુ બોલતા આવડી જાય એટલે બની ન જવાય....

આ બધું લંબાવવું હોય તેટલું લંબાવી શકાય એમ છે પણ, 100 વાત ની એક વાત કે, તમારે મરવું હોય તો બીજા હજાર રસ્તા છે.. અમને જીવવા દો! અમારે બાળકો સરકારનાં પૈસે મોટા કરવા નથી જ...

આ મોદી સરકાર નક્કામી છે... આ પ્રજા.. હા, અમારે ત્યાં કાઠીયાવાડી માં આને 'પરજા' કહેવાય.. તો, આ પશુ-વૃત્તિ ધરાવતા મહાન ભારતવાસીઓને સમજાવવાનું ન હોય.. એ સમય અને શક્તિનો બગાડ છે.. સરકારે શૂટ એટ સાઈટ નો ઓર્ડર આપવો જોઈએ.. મોદીને તો આમ પણ લોકો ભાંડવાના જ છે તો, એમાં કંઈ ફેર પડવાનો નથી...

સહેમત હો તો શેયરકરજો!

કદાચ એકા'દને કંઇક ફરક પડે.

Gujarati Good Morning by Swati Joshi : 111369609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now