તમારી માનસિક રચનામાં બદલાવ લાવો,
કોઈ પણ પરિસ્થિતિમાં તમારી પ્રતિક્રિયા કેવી હોય છે એ જ તમારી વિચારવાની શકિતમાં અંતર લાવી શકે છે. કોઈ પણ
કઠિન પરિસ્થિતિમાં સકારાત્મક પ્રતિક્રિયા દેવી એ જ પરિસ્થિતિને આસાન બનાવી દે છે, અને તમે સરળતાથી એમાંથી બહાર આવી શકો છો,અને નકારાત્મક વિચારધારાથી મુશ્કેલીઓ જરૂરથી વઘારે મોટી દેખાવા લાગે છે.પોતાના લોકોની ચિંતા કરવી એ ખોટું નથી પણ વધારે પડતી પ્રતિક્રિયા આપવી એ સામેવાળાની મુશ્કેલીઓમાં વધારો કરવા બરાબર છે અને તમારા પ્રત્યેના આદરને ધટાડવા બરાબર છે. લોકોની પરિસ્થિતિ અને મનોસ્થિતિ જાણી અને એમના વિચાર ને સમજી પ્રતિક્રિયાઓ આપવી એ સકારાત્મક વિચારધારા છે.તમારા વિચારવાના બદલાવથી તમે દુનિયા એક નવી રીતે જોઈ શકશો અને તમે જોઈ શકશો કે દુનિયા કેટલી સુંદર છે. જેની આજ સુધી તમે કલ્પના પણ ન કરી હતી. Respect all people 🙏 #Respect #આદર