Gujarati Quote in Poem by Komal Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઉદય ....

મારી કલ્પનાની દુનિયાનાં જીવન સાથી, જો તારા માં થાય ઉદય આવી લાગણીઓ નો...

ક્યારે લડવું  મન થી, તો ક્યારેક બસ અમસ્તાજ લડવું.
પણ સાથ ક્યારે નાં છોડવો....

ખોટું લાગે તો બોલી દેવું કે તે આમ કર્યું મને નાં ગમ્યું .
અને જો તું મને આમ કે એનું શું ?
આવા સવાલો એક બીજા વચ્ચે કરવાનાં આવેજ નહિ એવો આપણો નાતો...

કોઈપણ  પરિસ્થિતિ ક્યારે એટલી નબળી નાં બને તારા ને મારા વચ્ચે.
કે અબોલા કરવાની આવે નોબત..

અબોલા ધીમે ધીમે સબંધ ને પૂર્ણ રૂપે તોડી નાખતાં હોય છે
મારી હા માં હા નાં કરવું, જે સત્ય છે જે યોગ્ય છે એ વસ્તુ બન્ને એ એકબીજાને શીખવવી....

ક્યારે કોઈપણ પ્રકાર નાં મતભેદ, ઈગો નું સ્થાન આપણાં જીવનમાં આવે નહિ, એવી રહે બન્ને ની આશા....

ક્યારે આપણાં વચ્ચે ભરોસા ની ઊણપ નાં સર્જાય, ક્યારે કોઈપણ પ્રકાર નો ડર નાં આવે મન માં...

આપણો સબંધ ક્યારે સમજાતો નાં હોવો જોઈએ, પરંતુ આ સબંધ ને જીવિત રાખવા માટે, કરવામાં આવતા સમજોતા બન્ને નાં હોવાં જોઈએ.

કોઈ એક નાં માથે ક્યારે સબંધ ને સાચવી રાખવાની જવાબદારી નાં હોવી જોઈએ, એ જવાબદારી તો આપણી છે

ઘર પરિવાર માં ને સાંભળવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ, એમાં ફક્ત એક સ્ત્રી બધો ભોગ નાં આપે.

એક સ્ત્રી નાં કોઈ સપનાં હોય! કોઈ આશા હોય પોતાનાં માટે એ પૂરી કરવા માટે એણે અનુમતિ લેવાની જરૂર ના પડે.
તમે એમાં સંપૂર્ણ પને સાથ આપો.

પોતાનાં જીવન સાથી તમારાં પાસે અનુમતિ લેવાની જરુર ના પડે.
પરંતુ તમને એણે જણાવવું પડે...આવી ભવનના બન્ને તરફની
હોવી જોઈએ.


નોંઘ :: આનાથી આગળ નહિ થાય....😉 એના માટે અનુભવ નથી.

જો આ બધી ભાવનાનો ઉદય બધાં આપણાં માં થાય ને તો મસ્તન જીવન બની જાય.

Gujarati Poem by Komal Mehta : 111367842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now