આજ રાધા કૃષ્ણ મને કેમ રે યાદ આવે ?
જોને મારા દિલમાં તેની યાદ આવે છે . ભલે ને આજે રાધા - કૃષ્ણ નથી જગમાં પણ , એમનો પ્રેમ દિલમાંય મને જગાવે છે.
કેવો પ્રેમ મૂકી ગયા છે , જોને એ રાધા - કૃષ્ણ , એમનો પ્રેમય મુખે મને મલકાવે છે .
આજેય હું દીવાનો છું ,
રાધા - કૃષ્ણના પ્રેમનો , હૈયે મારા રાધા - કૃષ્ણનો પ્રેમ છલકાવે છે .
પછી કેમ કરી ભૂલું હું રાધા - કૃષ્ણને ,
આમ પ્રેમભરી ગઝલ મને લખાવે છે .