માનવી પરમાત્માનું એક એવું સર્જન છે, જેનામાં સારાં-નરસાં બન્ને પાસાં હોય છે. પોતાનાં જન્મ, ઉછેર, સ્વભાવ, શિક્ષણ, સામાજિક પર્યાવરણ, મિત્ર વર્તુળ, વ્યવસાય, આર્થિક સ્થિતિ....... જેવાં અનેક પાસાંઓથી વ્યક્તિ નું વ્યક્તિત્વ ઘડાય છે.
પરમ પિતાએ મનુષ્યને બુદ્ધિ આપી છે, જેનાથી તે સારાસારનો ભેદ પારખી શકે છે. જે ગમે તેવી પરિસ્થિતિ માં પણ સદ્બુદ્ધિ દાખવીને સદ્ભાવ, સદ્વ્યવહાર અને સદ્માર્ગ પકડી રાખે છે તે દેવત્વ ને પામી જાય છે. એટલે કે ઉર્ધ્વ મૂલ્યોને આત્મસાત કરી શકે છે. પરંતું જે દુર્બુદ્ધિને અનુસરીને દુષ્ટતાનું આચરણ કરે છે તે અધ:પતન પામે છે. ક્યું પાસું પ્રબળ રહેશે તેનો આધાર તેની પોતાની સમતા પર નિર્ભર છે...
#પાસું