Gujarati Quote in Blog by Priya patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને સમજાતું નથી કે સંબંધ છે કે મૃગજળ.. દુર થી તો છલકાતી લાગણીઓ પણ નજીક જતા ખબર પડે કે અહીં પણ નિરાશા ની જ નદી વહે છે. મેં ઘણું દુર સુધી વિચાર્યું હતું પણ આજે તે મને કંઈ કિધા વગર જ કહી દીધું કે તે દુર નુ મૃગજળ ક્યારેય લાગણીઓ ની તરસ નથી મટાડવાનુ. કહેવું તો સહેલું છે કે તારી લાગણીઓ ને મારી જીંદગી માથી કાઢી નાખીશ પણ એ કરવુ ખૂબ અઘરું. તો  પણ હું  પ્રયત્નો કરી રહી છું. મારા સ્વાભિમાન ને બાજુમાં  મુકી મેં તારા પ્રેમ ને ઉપર રાખ્યો પણ છેલ્લે મને શું મળ્યું મારા સ્વાભિમાન ગુમાવ્યા ની સજા.... તું દરરોજ મને કહે છે કે હું તને જ પ્રેમ કરું છુ.
પણ મને ક્યારેક એ નથી સમજાતું કે તુ પોતાને સમજાવે છે કે મને. પણ એ વાત તો સાચી જ કે તારા એ શબ્દો મા એટલી લાગણી નથી જેટલી મારા આંખ ના આંસુ માથી છલકાઈ છે.
#સંરેખિત

Gujarati Blog by Priya patel : 111365844
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now