મેરુભાઈ ને બે દીકરી ભૂરી અને જશી મેરુભાઈ આર્મી મેંન હતા ખેતી કરતા દેશદાઝ ને કારણે આર્મી માં જોડાયા, ગામની સીમમાં વાડી હતી મોટી દીકરી ભુરી ને મેરુભાઈ ને આર્મી માજ એક યુવાન પસંદ કરી પરણ્યાવી કેમકે એમની બને દીકરીઓ માં વગર ની હતી પણ ભુરી હોશિયાર અને ચાલાક હતી એમણે મેરુભાઈ પાસે જીદ કરી મેરુભાઈ ના બીજા લગ્ન કરી લેવા તેમજ જશી ને ભણાવવી અને ભાઈ ની આશા રાખી, આમ અબઘડિયા મેરુભાઈ ના લગ્ન થયા અને પછી ભુરી પણ પરણી ગઈ.
દિવસો જતા મેરુભાઈ આર્મી માંથી રજા મેળવી અવાર નવાર વાડીએ આવતા બને દીકરીઓ ની આશા ફળી મેરુભાઈ ને ત્યાં પારણું બધાયું દીકરીઓને આનંદ પાર નારહ્યોં.મેરુભાઈ ની પત્ની નવી હતી છતાં બને દીકરીઓ ને મમતા નું ઘર હતું. મેરુભાઈ દીકરાનું નામ કાનો પાડયું અને ઈચ્છા વ્યક્ત કરી કે કાનને મારી જેમ દેશ સેવા માં આર્મી માં જોડવો. જોતજોતામાં કાનો બે વર્ષ નો થયો.જશી પણ 14 વર્ષ ની થઈ ભણવાનું સાથે વાડીએ માં દીકરી આખો દિવસ ખેત મજૂરી કરે એક દિવસ સાંજે જશી અને તેની માં વાડીમાં લીલો ચારો ઘરના ગાય ભેંસ માટે લેવા સાથે ગયા,કાનો ઘરના આંગણે ખાટલા સૂતો હતો.મા,દિકરી ચારા ના પોટલાં લઈ ઘર તરફ આવવા નીકળી ત્યાં બાજુની વાડી માટે કોઈએ બૂમ પાડી એ જશી આ તરફ દીપડા એ દેખા દીધા છે જાળવજો, જશી અને એની માં ગભરાયા અને જલ્દી ચાલ પકડી ઘર થોડુ દૂર હતું ત્યાં જશી ઘર પાસે દીપડા ને દેખ્યો ચારા નો પોટલો ફેંકી દાતરડા સાથે દોટ મૂકી અને સાવજ ની જેમ ચીસ પાડી એલા જીવતો નહિ મુકું જો મારા ભાઈ ને કહી થયું તો,દીપડો એકાએક કાના ને લઈ ભાગ્યો પણ અને જશી ની ત્રાડ એ સાંભળતા મોઢામાં કાના ને ઓઢેલ ચાદર સાથે લઈ ભાગ્યો એવામાં એ દોટમાં એ વાડીના ખુલ્લા કૂવામાં ખાબક્યો,જશી પણ હરણફાળે કુવા માં તેની પાછળ ખાબકી દીપડા સાથે ખૂબ જપા જપી થઈ પોતે લોહી લુહાણ થઈ કાના ને એના મોઢા માંથી લઈ દાંતરડાથી ઉપરા છાપરી જોર જોર થી ઘા કરી દીપડા માથું વાઢી નાખી કાનાને ઓઢણીના પાલવે બાંધી બચાવી લીધો,એટલી વારમાં આજુબાજુ વાડી વાળા લોકોએ કુવાના કોષ દોરડા વળે બહાર કાઢ્યા.દીપડાના બે ટુકડા સાથેજ.
બીજે દિવસે ગામના લોકો સરપંચ સૌ વાડીએ જશી નું સન્નમાન કર્યું જશી ની બહાદુરી ના ગુણગાન ગવાયા જશી એ કહ્યું એ આ મારો ભાઈ દેશનો ભાર છે, મારા બાપાએ એને પોતાની જેમ દેશ સેવા માં જોડાવવા વચન આપ્યું છે અને એ બની રહેશે.અમારા પરિવારનું વચન છે.
****************************