ભારતના આઝાદી પછીના સમયમાં મારા ખ્યાલ પ્રમાણે 1984નું વર્ષ ખૂબ જ રક્તરંજીત રહ્યું છે. ઓપરેશન બ્લ્યુ સ્ટાર એ પછી ઇન્દિરા ગાંધીની હત્યા અને એના આક્રોશમાં દિલ્હીમાં લગભગ 5000 શીખોનો નરસંહાર, ભોપાલ ગેસકાંડ.....
મારો પસંદનો વિષય ઇતિહાસ રહ્યો છે. જો કે 1984ના વર્ષને ઇતિહાસ ન કહી શકાય, કારણ કે એ વર્ષને પોતાની નજરે જોનાર ઘણા લોકો જીવે છે. જ્યાં સુધી ઘટનાનો પ્રત્યેક્ષ સાક્ષી જીવંત હોઈ ત્યાં સુધી એ ઘટનાને ઇતિહાસ ન કહેવાય એવો મારો વિચાર છે......
આ પુસ્તક ઓપરેશન બ્લ્યુ સ્ટારમાં ભાગ લેનાર એક આર્મીમેન લખી રહ્યા છે. આ પુસ્તક સિવાય મેં ઘણા બધા સોર્સની મદદ 1984ના વર્ષને સમજવામાં લીધી છે કારણ કે મારા જન્મના આઠ વર્ષ પહેલાં આ ઘટના બની ચુકી હતી....
ખાલીસ્તાનના નારા પાછળ અલગ દેશની માંગ કરતા અલગાવવાદી શીખ સંગઠન પંજાબમાં વધુ મજબૂત થયા હતા. એનું એક કારણ એ પણ હતું કે કોંગ્રેસની સ્થિતિ પંજાબના છેલ્લી પાટલી જેવી હતી. ત્યારે કોંગ્રેસની બાગદોર શ્રીમતી ગાંધી પાસે હતી અને એમની મોટા ભાગની કૂટનીતિ એમના પુત્ર સંજીવ ગાંધી ઘડી રહ્યા હતા. પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા કોઈ શીખ સંત ને કોંગ્રેસનું મોહરુ બનાવવા એ સમયના શીખ નેતા જ્ઞાની જૈલસિંગ સાથે સંજીવ ગાંધી ચર્ચા કરે છે અને એક યુવા સંત જનરેલસિંગ ભીંરાવાલાની પસંદગી કરે છે....
ઇન્દિરા ગાંધીનો ભીંરાવાલા પર હાથ હોવાના કારણે તેમો આંતક પંજાબમાં વધતો ગયો હતો. પંજાબ કેસરીના તંત્રી લાલા હરદયાલની હત્યા કરી નાખી કારણ કે લાલાજી એ તેના વિરુદ્ધ લેખ પ્રકાશિત કર્યો હતો....
જેમ અમેરિકાએ લાદેનને રશિયન સૈનિક વિરુદ્ધ લડવા માટે અનઓફિશિયલ મોટો કર્યો હતો, એ જ રીતે ભીંરાવાલાની ઘટના હતી. શ્રીમતી ગાંધીના માથેથી પાણી જઈ રહ્યું હતું. હરિ મંદિર અને દમદમી ટકશાલ ભીંરાવાલાનો આંતકી અડ્ડો બની ચુક્યા હતા. પોલીસ પણ ત્યાં જવામાં ગભરાય રહી હતી. ઇન્દિરા ગાંધીને ભીંરાવાલો સીધો પડકાર ફેંકી રહ્યો હતો....
અંતે સમય આવી ગયો સુવર્ણમંદિરમાં ટેન્ક ઉતારવાનો, કોઈ ધર્મસ્થળ પર દેશમાં મિલિટરી ઓપરેશન થયું હોય એની આ પહેલી ઘટના હતી.
તો પુરી ઘટનાનો રોમાંચ લેવા અને એ રક્તરંજીત વર્ષને જાણવા માટે તમારે આ પુસ્તક વાંચવું રહ્યું...
મનોજ સંતોકી માનસ