ક્યાં શોધે છે તું મને!??
એક વખત તારા અંતરના દ્વાર ખખડાવી તો જો
મળીશ હું તને તારા જ હ્દય માં
પછી નહીં ખખડાવવા પડે કોઈ દ્વાર મંદિરના
એક વખત તું તારા હ્રદયનો શંખ વગાડી તો જો
સાંભળી લઈશ હું એક જ ક્ષણમાં
પછી નહીં વગાડવા પડે કોઈ ઘંટ મંદિરના
એક વખત ધ્યાન તો ધરી જો હ્દય થી
મળીશ હું તને તારી જ નિશ્વાર્થ ભાવનાઓ માં
પછી નહીં શોધવા પળે કોઈ પુજારી મંદિરના
એક વખત નીરાકાર ને ભજી તો જો
મળીશ હું તને તારી જ આત્મામાં
પછી નહીં પુજવી પડે કોઈ મુર્તિ મંદિરમાં
એક વખત પોતાની ભુજા ઓ પર ભરોસો કરી તો જો
મળીશ હું તને તારા જ પડછાયા માં
પછી નહીં બતાવવી પળે હથેળી કોઈ જ્યોતિષી ને
Dip@li