#આનંદ
ત્વિશા એ ફે્ંડ ની બથૅડે પાટિઁ માં એક ફે્ંડ જોડે રમકડુ જોઈ લીધુ હતુ અને હવે બે દિવસ થી ઘર માથે લઇ ને બેઠી હતી કે એને પણ જોઇ એ જ. સીમા અને રાકેશ એ બઊ સમજાયૂં પણ એણે જીદ ના છોળી.
અંતે રાકેશ એ ત્વિશા ને લઇ આપવા નો નિણૅય લીધો. પરંતૂ સીમા એ રાકેશ પાસે હજી એક દિવસ માંગ્યો ત્વિશા ને સમજાવા.
સીમા એ દિવસે ત્વિશા ને મીઠાઈ સાથે લઇ એમના નોકર શંભુ ના ત્યા લઈ ગઈ. શંભુ ના બે છોકરા અને એક છોકરી હતા. જેમા એક છોકરો ત્વિશા કરતા નાનો અને બીજા બે લગભગ એના જેટલી ઉંમર ના. સીમા એ ત્વિશા ને એમને મીઠાઇ આપવા કહ્યુ. છોકરા ઓ ખૂબ ખુશ થઇ ગ્યા અને નાચવા લાગ્યા. પણ શંભુ એ તરત જ એમની પાસે થી મીઠાઇ લઇ ને મૂકી દીધી. તેમ છતા એમને કંઇ વાંધો ના આવ્યો અને તરત જ એ લોકો સીમા સાથે રમવા લાગ્યા.
થોડી વાર પછી એ લોકો ઘરે આવી ગ્યા. પછી સીમા એ ત્વિશા ને પાસે બેસાડી ને સમજાવ્યુ,
"એ લોકો નૂ ઘર જો એક રૂમ મા સાત જણ રહે છે અને આપડે પાંચ રૂમ માં ચાર. તારી પાસે એ બધી જ સહુલિયત છે જે એમની પાસે નથી. છતા એ છોકરા ઓ એમના દિવસ તારા કરતા વધારે આનંદ મા વિતાવે છે. એમની પાસે થી મીઠાઇ લઈ લીધી છત્તા એ જીદ કર્યા કે રડ્યા વીના તરત જ રમવા લાગ્યા અને તારી પાસે આટલુ બધૂ હોવા છતા એક રમકડા માટે ત્રણ દિવસ થી જીવ બાળે છે. જીંદગી મા જે મળ્યુ એને લઇ આનંદ થી રેહતા સીખો. દુનિયા મા ઘણા તમારા કરતા ઓછા મા પણ જે મળ્યુ એનો પાળ માની આનંદ થી જીવે છે."
એ રાતે ત્વિશા એ રાકેશ ને કહી દીધૂ કે એને રમકડૂ નથી જોતુ. અને એ પણ આનંદ સાથે.