🌟 *શબ્દ શણગાર પ્રતિયોગિતા ગ્રુપ* 🌟
*તા. ૨૨.૧૦.૨૦૧૮. સોમવાર*
✍🏻આજની પ્રતિયોગિતાનો શબ્દ હતો *આનંદ*
🔅 *BEST OF FIVE* 🔅
4⃣
📖 *વાચકશ્રીની દૃષ્ટિએ*
🥇 *ચતુર્થ નંબર વિજેતા*
💐 *અભિનંદન* 💐
🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જીવન સંધ્યા એ
આનંદ
"સિનિયર સિટીઝન" નું પદ મળ્યું
હવે જ થોડું ઊંચું. કદ મળ્યું
ચાલ. ને થોડો આનંદ માણી લઈએ.!
60 ઓળંગી 70, 75 ના થશું
કોણ જાણે કાલ. ક્યાં. હોઈશું
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!
શારીરિક રીતે. ભલે. થાક્યા. છીએ
પણ નથી. થાક્યા મનથી જરાય
ચાલ ને થોડો આનંદ માણી. લઈએ.!
ઘર બેઠાં મળે છે વળી "પેંશન"
તેથી નથી કોઈ જાત નું "ટેંશન"
ચાલ. ને થોડો આનંદ માણી લઈએ.!
ઘણું, ઘણું સહન કર્યું જિંદગી માં
પણ નથી કરવા લેખા- જોખાં જિંદગી માં
ચાલ ને થોડો. આનંદ માણી લઈએ .!
ઈચ્છા તો છે પુરા 100 રન કરવાની
છોડવું છે શેષ બધું ઈશ્વર ભરોસે
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!
આઝાદી ની ખરી મજા જ છે હવે
જીવી લેવી છે જિંદગી ખુમારી થી હવે
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!
શરીર તો ચડી ખાય છે વધતી વય ની હવે
પુનર્જન્મ માં પાછાં મળીએ કે ન પણ મળીએ
ચાલ ને થોડો આનંદ માણી લઈએ.!!
શુકલ. નિશા. એચ. હની
ભુજ. કચ્છ.
🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥