Gujarati Quote in Poem by Sangita Behal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.
ક્યારેક તમે આવો
ક્યારેક અમે આવીએ
ક્યારેક તમે કંઈક મોકલાવો
ક્યારેક અમે કંઈક મોકલાવીએ

ચાલોને યાર સ્વાર્થ વગર
આપણે મનથી સબંધ નિભાવીએ.
હવે કેટલા વરસ જીવશું ?
ને કેટલું સાથે લઈ જશું ?

ઈર્ષ્યા અહંકાર મૂકીને
હ્ૃદયથી એકમેકને સ્વીકારીએ
તમે આમ કરો તો જ સારા
અમે આમ કરીએ તો જ સારા

આવા સ્વભાવને હવે
ગંગામાં પધરાવીએ
નફો નુકસાન હવે જવાદો
પહેલા શું થયું ? રહેવા દો

_જીવનના *અંતિમ પડાવને*_
_સુખદ સુમનથી સજાવીએ_
_ચાલોને *આપણા સ્વભાવને*_
_હવે શાંત સરળ બનાવીએ._
. 🌺

Gujarati Poem by Sangita Behal : 111363145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now