એક ખુબજ કામની સલાહ આપી રહી છું, ધ્યાનથી વાંચજો...👍
જો તમે ઈચ્છતા હોં કે તમારું બાળક બોર્ડમાં સારું પરિણામ લાવે તો શું કરશો...
૧) રસ્તામાં જતી કાળી ગાયને છોડીને, સફેદ ગાયને પકડીને એને તિલક કરી એક રોટલી કે ઘાસ ખવડાવજો... ગાય અને તમે બંને ખુશ થશો,
એનાથી પરિણામ સુધરશે એવું હું નથી કહેતી..!
૨) પીપળે દૂધ, આંબે પાણી, શિવલિંગ પર બીલીપત્ર ચઢાવજો પુણ્ય મળી શકે પણ પરિણામ સુધારવા હું આવું કરવાનું નથી કહેતી.
૩) એકટાણાં, નકોરડો ઉપવાસ, ખાલી ફ્રૂટસ કે દૂધ ઉપર રહેવું આવું તો કરતાં જ નહિ... માંદા પડશો તો સાચવશે કોણ...તમારા બોર્ડમાં ભણતાં છોકરાઓને જ સ્તો !!
૪) તો શું કરવાનું ? એ હવે કહું છું, ધ્યાનથી વાંચજો
ઘરેથી પરિક્ષા આપવા નિકળતાં પહેલા તમારા બાળકને એક ટાઇટ હગ એટલે કે જાદુની જપ્પી આપજો અને કહેજો આજનું પેપર ખૂબ સરસ જ જવાનું! જરાય ચિંતા કર્યા વગર જે આવડે એ સરસ રીતે લખવા માંડજે...👍 ઇરછો તો દહીંમાં સાકાર મેળવીને થોડું ખવડાવી દેવું...મગજમાં જેટલો ગ્લુકોઝ જાય એટલું સારું! આજના જમાનામાં એ સમયે ચોકલેટ આપી મોર્ડન માબાપ બનવાની ગોલ્ડન તક છે 😇
જ્યારે પેપર પૂરું થાય અને બાળક બહાર આવે ત્યારે સૌથી પહેલાં એનું મોઢું જોઈને અંદાજો લગાવી લેવાનો...
જો એ ખુશ દેખાય તો એની પિંઠ પર એક ધબ્બો મારી કહેજો, જો મેં કહ્યું હતુને આજનું પેપર મસ્ત જવાનું !
જો એ ઉદાસ લાગે તો કહી દેવાનું, આજનું પેપર જ સારું નહતું. ઘણાના છોકરાઓ રડતાં રડતાં બહાર નીકળ્યા. તારું તો તોય થોડુ સારું જ ગયું હશે 👍👍
બસ, આટલું કરજો...એના બધા પેપર સારા જ જશે. જરાય એને નીચે દેખાડવાનો, કે બીજા છોકરાઓ કેવી મહેનત કરે છે તે તો આખું વરસ રખડી ખાધું વગેરે હવે કહેવાનો કોઈ ફાયદો નથી, નુકશાન અવશ્ય થઈ શકે!!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏