---અરીસાએ કીધેલી મનની વાતો---
આમ કેમ ઉભી છે?
શેનાથી તું દુઃખી છે?
મુસ્કુરાતો ચેહશે ના બતાવ,
ખરેખર ક્યાં સુખી છે?!
ઉંબરો ચઢી આવે છે,
ઉભશેનીકળી આવે છે,
એક નજર સામે જોતા જ,
ફકશે બોલી આવે છે.
બંધાઈ ના જા! લઇ લે ઝમાનત,
દુનિયામાં કોણ કોની અનામત?
મળે જો હાથ માથે મૂકે એવો,
ફક્ત તો જ કરજે ઈબાદત.
જઝબાતોને ઓછા આપ આકાર,
સામેથી આવતાને તું પણ નકાર,
તૂટ્યા પછી મારે પણ તિરાડો દેખાય,
દિલ હવેના તૂટે, બસ એ જ વિચાર.