Gujarati Quote in Blog by Jagruti Tanna.... Janki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આજનીફોટોગ્રાફી #આજનોવિચાર #સુંદરતા #વાસ્તવિકતા 😍😍
આ ફોટોગ્રાફને જોઈને આવતો પહેલો વિચાર કદાચ એ જ હોય કે સારો છે પણ જો બીજા પક્ષીની પાંખ પણ ઉપર હોત તો વધુ સારો એટલે કે શ્રેષ્ઠ લાગત. જ્યારે પણ સ્કૂલમાં કુદરતી દ્રશ્યનું ચિત્ર બનાવવાનું હોતું ત્યારે આપણે ઉપરના પક્ષીની જેમ 'V' શેપમાં પક્ષીઓ દોરતા કેમ કે એમ જ શીખવવામાં આવતું. આપણે ક્યારેય નીચેના પક્ષી જેવા શેપમાં કે જેમાં પાંખો નીચે હોય એવા પક્ષીઓ ન તો દોર્યા કે કોઈએ શીખવ્યા આપણે હંમેશા પાંખો ઉપર હોય એવા જ શેપમાં પક્ષીઓ દોર્યા છે, કેમ કે આપણને હંમેશા સફળતા ગમતી હોય છે ને સ્વાભાવિકપણે ગમવી પણ જોઈએ જ. પણ એ બધામાં આપણે કદાચ એ ભૂલી જતા હોઈએ છીએ કે નિષ્ફળતા એ સફળતાનો પાયો છે. પક્ષીઓને પણ ઉડવા માટે પાંખોને નીચે - ઉપર કરવી પડે છે, પાંખોને સતત ઉપર રાખવાથી ન ઉડી શકાય. ટૂંકમાં, ઉપર ઉઠવા માટે નીચે પડવું પડે, અને આ ફોટોગ્રાફ એ વાતને સાર્થક કરતું હોય એવું લાગે જેમાં નીચેના પક્ષીની નીચી પાંખો ને ઉપરના પક્ષીની ઊંચી પાંખો જાણે કહેતી હોય કે, નિષ્ફળતા એ સફળતાનું પ્રથમ પગથિયું છે. આ ફોટોગ્રાફ એ સોંદર્યની સાથે વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. આ સત્ય ને સુંદરતાનું કોમ્બીનેશન કદાચ સૌથી શ્રેષ્ઠ ના હોય પણ અનોખું તો કહી શકાય....🖊જાગૃતિ તન્ના "જાનકી"

Gujarati Blog by Jagruti Tanna.... Janki : 111362448
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now