દેવ-દાનવ
નેપાળની પૃષ્ઠભૂમિ પર લખાયેલ આ નોવેલ, એક અદ્ભૂત રોમાંચ ઉતપન્ન કરે છે....
નેપાળમાં થયેલું જન આંદોલન, નેપાળના વિદ્વાન યુવાન સાથે એક ગોરી છોકરીનો પ્રેમ....
ભારતના રાજકારણને પ્રતિપાદ કરતું વર્ણન અને એક આઝાદીના લડવૈયાની દીકરી એ કેવા કામ કરવા પડે છે એની હકીકત....
એક ભાઈ પોતાની બહેનને શોધવા ક્યાં સુધી અપમાન સહન કરી શકે છે એ બાબત પણ અહીં લખવામાં આવી છે....
પહેલા પન્ના થી લઈ અંત સુધી સતત વાંચકને જકડી રાખે છે આ પુરી નોવેલ....
તો મિત્રો ખરેખર વાંચવા જેવું આ પુસ્તક છે. મને ગમતા અને મેં જે વાંચ્યા એ તમામ પુસ્તકની ટૂંકી માહિતી હું રોજ અહીં મારી દીવાલ પર આપતો રહીશ.....
મનોજ સંતોકી માનસ