આજ પગ બોળવા હું દરિયે ગઈ..
ઝબોળી પાણી માં પગ....
રેતી પર એક નામ લખ્યું
પછી અચાનક કશુક યાદ આવતા
એ નામ ને ભૂસવા હાથ ઉપાડ્યો
વળી કચવાહટ થી હાથ પાછો લીધો
નક્કી હતું ...કે..ભૂસવું જ પડશે..
પણ આટલી પીડા...અસહ્ય...રહી..
ને હાથ ફરી ઉઠ્યો....ને ....ફરી રોકાયો....
પણ દર્દ,કણસાટ વધતો હતો...ને બળેલા આ જીવ ને ફરી બાળતો હતો....પણ મન મક્કમ કરી આખર ભૂંસી જ નાખ્યું...
તરફડાડ મારતા આ કાળજામાં એક સોઈ ભોકાઈ...
ને એક ટસર ફૂટી રુધિર ની...ને..બે ઘડી પછી રુધિર વહેતુ થયું...પણ બધું સાંત છે હવે...
©ગીતા એમ ખૂંટી