Gujarati Quote in Motivational by Rmp

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મદદ ની કિંમત*

વિશ્વના સહુથી ધનાઢ્ય એવા વ્યક્તિ બિલ ગેટ્સને કોઈએ પૂછ્યુ, " શું દુનિયામાં આપનાથી ધનાઢ્ય વ્યક્તિ બીજી કોઈ છે ?"
ત્યારે બિલ ગેટ્સે જવાબ આપ્યો, " હા એક વ્યક્તિ આ દુનિયામાં છે, જે મારા કરતા પણ વધુ ધનવાન છે !! "
ત્યારે તે વ્યક્તિએ પૂછ્યુ, " કોણ ?"

ત્યારે બિલ ગેટ્સે જવાબ આપ્યો, " એક એવો પણ સમય હતો જયારે, હુ ધનવાન નહોતો. જયારે મને કોઈ ઓળખતુ નહોતુ. મારા અમીરીના દિવસો શરુ નહોતા થયા. ત્યારે હુ ન્યુયોર્ક એરપોર્ટ પર હતો. અને સવારના છાપુ જોઈ રહ્યો હતો. હુ એક છાપુ ખરીદવા માંગતો હતો.પણ મારી પાસે તેના છુટા પૈસા નહોતા.
એટલે મેં તે ખરીદવાનો વિચાર ત્યાગી દીધો. અને તે છાપાને તેની જગ્યાએ રાખી દીધુ. છાપુ વેચનાર છોકરાએ, તે બધુ જોયુ. અને મને પણ જોયો. ત્યારે મેં તેને મારી પાસે છુટ્ટા પૈસા ન હોવાની વાત જણાવી.
ત્યારે તે છોકરાએ તે છાપુ મને આપતા કહ્યુ, "હુ તે આપને મફત આપુ છુ."
આ વાત પછી લગભગ 3 મહિના બાદ, સંયોગ વશ હુ ફરી તે જ એરપોર્ટ પર ફરી ઉતર્યો. અને ફરી છાપા માટે, મારી પાસે છુટા પૈસા નહોતા. તે છોકરાએ ફરી મને છાપુ આપ્યુ. ત્યારે મેં ના પાડી દીધી. હુ આ નહી લઇ શકું. ત્યારે તે છોકરાએ કહ્યુ, "આપ તે લઇ શકો છો. હુ આપને તે ભેટ સ્વરૂપે આપુ છુ. હુ તે આપને મારા નફા માંથી આપુ છુ. અને મને તેનાથી નુકશાન નહિ થાય." મેં છાપુ લઇ લીધુ.
19 વર્ષ બાદ હુ જયારે ફેમસ થઇ ગયો. મને તે છોકરો યાદ આવ્યો. મેં તેને શોધવાનુ શરુ કરી દીધુ. લગભગ દોઢેક મહિનાના પ્રયાસ બાદ, તે મને મળ્યો.
મેં તેને પૂછ્યુ, " શું તુ મને ઓળખે છે ?"
ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો, " હા. આપ મિસ્ટર બિલ ગેટ્સ છો."
ગેટ્સે કહ્યુ, " તને યાદ છે, તે મને ફ્રી માં છાપુ આપ્યુ હતુ ?"
છોકરો, " જી હા. એક વાર નહિ બે વાર મેં આપને આપ્યુ હતુ."
ગેટ્સ, " હુ તારા ઉપકારની કિમત પરત કરવા માંગુ છુ. તુ તારી જીંદગીમાં જે કઈ પણ, જોઈતુ હોય તે કહે, હુ તે પૂર્ણ કરી દઈશ. "
છોકરો, " સર, પરંતુ આપને એવુ નથી લાગતુ કે, આપ આવુ કરીને મેં કરેલ મદદની કિમત આંકવા માંગો છો? શું તે આપ ચૂકવી શકશો ?"
ગેટ્સ "કેમ?"
છોકરો, " મેં જયારે આપની મદદ કરી હતી, ત્યારે હુ એક ગરીબ છોકરો હતો. અને છાપુ વેચતો હતો. તમે મારી મદદ ત્યારે કરી રહ્યા છો, જયારે તમે વિશ્વના સહુથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છો. અને સામર્થ્ય શાળી વ્યક્તિ છો. તો આપ મારી મદદની બરોબરી કેવી રીતે કરશો !!'
બિલ ગેટ્સની નજરમાં તે વ્યક્તિ દુનિયાની સહુથી વધુ ધનાઢ્ય વ્યક્તિ હતો. કેમકે કોઈની મદદ કરવા માટે, તેને શ્રીમંત થવાની રાહ નહોતી જોઈ.
શ્રીમંત પૈસાથી નહિ, દિલ થી થવાય છે. એટલે મિત્રો કોઈની મદદ કરવા માટે, દિલની અમીરાત હોવી બહુ જરૂરી છે .

Gujarati Motivational by Rmp : 111362135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now