શાંતિની જેહાદ જગાવતો મારો *મનપસંદ રંગ લીલો.
સદાકાળ મને એજ ફાવતો મારો* *મનપસંદ રંગ લીલો
પ્રતિનિધિત્વ બુધનું કરતો બુધ્ધિનો* *હોય કારક સદાય
આંખ થકી અંતરે ઊતરતો મારો* *મનપસંદ રંગ લીલો
હરિયાળીને વનરાજી હોય જે* *પ્રાણ બધામાં પૂરતી,
એની સમાન કોઈ ન આવતો મારો* *મનપસંદ રંગ લીલો.
જરુરત યુદ્ધની નહીં પણ બુદ્ધની* *છે સંદેશ આપનારો,
તાટસ્થ્યની ભાવના ભરતો મારો* *મનપસંદ રંગ લીલો.
શુક સમ મધુભાષી બનીને *લોકચાહના જે પામનારો,
બુદ્ધિજીવીમાં જોવા મળતો મારો* *મનપસંદ રંગ લીલો.
#વિચલિત