કુદરત તને પણ આજ પુછવાનું મન થાય છે
મારા થી મારા કેમ આજ દૂર થાય છે.
ચાહતો હતો જેને મારા સમજી
એ સગપણ આજ કેમ દૂર થાય છે.
નાના હતા જ્યારે સ્નેહ નો ભંડાર હતો પણ,
આજ મોટાઇ વધતા સ્નેહ માં પણ કેમ કંજુસાઇ થાય છે.
પરીવાર હતો જ્યારે મોટો,
ત્યારે મમતા ને મોકળાશ ની શું વાત કરુ.
આજ નાના પરીવાર માં પણ કેમ,
સંકળાશ નો ભાસ થાય છે.
મળતા જ્યારે બધા સાથે (સગા અને વ્હાલા )
ત્યારે દુઃખ દર્દ ની વાતો કરતા.
આજ પોતાના દીલ ને પણ ક્યાં કાંઇ (સુખ દુઃખ ) નો ભાસ થાય છે.
લોકો કહે છે કે ભાવીક કુદરત તો સાચા દિલની વાત સાંભળે છે, એટલે કહુ છું
બાકી આબધું ચોરે થોડુ ચર્ચાય છે
કુદરત તને પણ આજ પુછવાનું મન થાય છે
મારા થી મારા કેમ આજ દૂર થાય છે.
ભાવીક