છું અડીખમ, નથી થયો વિચલિત,
હરેક જીવ સાથે કરી છે મેં પ્રીત.
આ સંબંધ છે નથી કોઈ રમત આ,
લાગણીમાં તમે ન જુવો હાર જીત.
નથી કોઈ ને દબાવ્યા મેં જીવનભર,
એ હરેક જીવનું વિચાર્યું છે મેં હિત.
અમે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો,
નથી અપનાવી અમે હથિયારની રીત.
મનોજ ક્યાં રહ્યા છે પરિવાર સંયુક્ત,
જો ને છબી વગરની રહી ગઈ ભીત.
મનોજ સંતોકી માનસ
#વિચલિત