એક જુદી દુનિયામાં જીવન વીતી રહ્યું હતું, હું એક એવી દુનિયામાં હતો જ્યાં દરેક ક્ષણે મારુ મન વિચલિત થતું, ક્યાંય સ્થિર નહિ, સાવ ચંચળ મનના હું અને મારા વિચારો, કેટલીય વસ્તુઓનો બંધાયેલો.. પણ આ બધામાં તારું આગમન અને જીવનનું સાવ બદલાઈ જવું.
ખરેખર તાકાત પ્રેમમાં નહિ પણ જે વ્યક્તિ આપણને પ્રેમ કરતું હોય છે એનામાં હોય છે, અને તારામાં રહેલી એ તાકાત મને છેલ્લા 3 વર્ષથી એક જુદી જ દુનિયામાં જીવાડી રહી છે, ત્રણ વર્ષ પહેલાનો હું અને આજના હું માં બહુ જ તફાવત છે, પહેલા મારુ જીવન કોઈ લક્ષ કે ધ્યેય વગરનું હતું, આજે મારા જીવનના બે લક્ષ છે, એક જીવનભર તારો સાથ પામવો અને મારા સપનાં તરફ દોડવું... ઘણાં અંશે એ બંનેમાં હું સફળ થતો રહ્યો છું, હા વચ્ચે પણ મનને વિચલિત કરે એવા લોકો અને એવો સમય પણ આવ્યો, પરંતુ તારી અંદર રહેલો વિશ્વાસ અને તારો પ્રેમ મને હવે થોડાં વિચલિત થવા દે ??
ખુશ છું આજે હું, મારા સપનાઓ સાથે, તારી સાથે.. હવે જીવનમાં બીજું શું જોઈએ.....!!!
#કેપ્ટન @શ્યામ
#વિચલિત