Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrology Measures For Life Problem Solution

જીવનની નાની-મોટી સમસ્યાઓમાંથી બહાર આવવાનો, આ છે આસાન ઉપાય

આજના સમયમાં દરેક માણસના જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓ જરૂર હોય છે. કોઈપણ રૂપિયાની ચિંતા હોય તો કોઈને પોતાના પ્રમોશનની. કોઈ પોતાના પતિના ગુસ્સાથી પરેશાન હોય છે તો કોઈના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ચિંતા હોય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ આ સમસ્યાઓના કેટલાક જ્યોતિષિય ઉપાય. આ સમસ્યા તથા તેના ઉપાયો આ પ્રકારે છે....

પ્રમોશન માટે ઉપાયઃ-

દરેક નોકરીયાત માણસ ઈચ્છે છે કે તેનું પ્રમોશન થાય. તેની માટે તે ઘણો પ્રયાસ પણ કરે છે, પરંતુ ઘણીવાર આ પ્રયાસ નિષ્ફળ થઈ જાય છે અને પ્રમોશન નથી પ્રાપ્ત થતું. જો તમે પણ પ્રમોશન પ્રાપ્ત કરવા મગતા હો તો બુધવારે નીચે આપેલ ઉપાય કરો. આ ઉપાયથી ઝડપથી તમારું પ્રમોશન થઈ શકે છે.

ઉપાયઃ-

બુધવારે વહેલા ઊઠીને નહાયા પછી પીળા રંગના શ્રીગણેશ ભગવાનની પૂજા કરો. પૂજામાં શ્રીગણેશને હળદરના પાંચ ગાઠ श्री गणाधिपतये नम: બોલીને ચઢાવો. ત્યારબાદ 108 વાર દૂર્વા ઉપર ભીની હળદર લગાવીને श्री गजवकत्रम नमो नम: બોલીને ચઢાવો. આ ઉપાય દર બુધવારે કરવાથી પ્રમોશન થવાની સંભાવનાઓ વધી જાય છે.

પતિના ગુસ્સાને આ રીતે કરો કાબુઃ-

પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતા જ રહે છે. કેટલાક પતિ એવા પણ હોય છે જે વાતે-વાતે ગુસ્સે થઈ જાય છે. ક્યારેક-ક્યારેક એવી સ્થિતિ વધુ બગડી પણ જાય છે જ્યારે પતિનો સ્વભાવ ગુસ્સલ હોય. જો તમારા પતિનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હોય અને તે પણ વારંવાર ગુસ્સો કરતા હોય તો આ ઉપાય કરો.

ઉપાયઃ-

જ્યારે તમારા પતિ ગાઢ નિદ્રામાં સૂતેલા હોય, ત્યારે એક નારિયળ, સાત ગોમતી ચક્ર અને થોડો ગોળ લીને આ બધી સામગ્રીને એક પીળા કપડામાં બાધી લો. હવે આ પોટલીને પોતાના પતિ ઉપર સાત વાત ઊતારીને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. તે સિવાય દરરોજ સૂર્યને અર્ધ્ય આપો અને તમારી મનોકામના કહો. થોડા જ સમયમાં આ ઉપાયની અસર તમને જોવા મળશે.

લગ્ન અને રૂપિયા સાથે સંબંધિત ઉપાય જાણવા માટે આગળ

જો તમે લગ્ન માટે પ્રયાસ કરી-કરીને થાકી ગયા હો તો નીચે લખેલ મંત્રનો વિધિવત જાપ કરવાથી તમારી આ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ઝડપથી લગ્ન માટેનો ઉપાયઃ-

મંત્રઃ- स देवि नित्यं परितप्यमानस्त्वामेव सीतेत्यभिभाषमाण:।
दृढ़वतो राजसुतो महात्मा तवैव लाभाय

જાપ વિધિઃ-

-તમારી સામે માતા ભાગવતીનો ફોટો રાખીને વિધિવત પૂજા-અર્ચના કરો અને ફૂલ ચઢાવો.

-ત્યારબાદ આ મંત્રનો 108 વાર (એક માળા) જાપ કરો.

-જાપ દરમિયાન ગાયના ઘીનો દીવો પ્રગટાવો, આ વાતનું વિશેષ દ્યાન રાખો. કે દીવો પૂજા પૂરી થાય ત્યાં સુધી પ્રગટેલો રહે.

-આસન કુશ અને માળા લાલ ચંદનની હોય તો વધુ સારું રહે છે.

-આ પ્રયોગ 45 દિવસ સુધી કરો. તેનાથી તરત જ લાભ થશે.

રૂપિયાની તંગી દૂર કરવાનો ઉપાયઃ-

આજના સમયમાં દરેકને રૂપિયાની તંગીની સમસ્યા રહેતી હોય છે. જો તમે પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માગતા હો તો નીચે લખેલ ઉપાય કરો.

ઉપાયઃ-

બુધવારના દિવસે કોઈ પણ સમયે કોઈ કિન્નર જોવા મળે તો તેને થોડા રૂપિયા ભેટ આપો. શક્ય હોય તો તેને ભોજન કરાવો. ત્યારબાદ તે કિન્નર પાસેથી તમે એક રૂપિયાનો સિક્કો(તેની પાસે રાખેલ હોય, તમારા દ્વારા આપવામાં આવેલ ન હોવો જોઈએ) માંગી લો. તે સિક્કાને તમારા રૂપિયાના ગલ્લા, કેશબોક્સ કે ધનના સ્થાને રાખી જો. થોડા જ દિવસોમાં તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111361465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now