એક ગઝલ
હું કરું એ થાય એવું કૈ નથી,
ભૂલ પણ થઈ જાય,એવું કૈ નથી.
પ્રેમમાં પરિમાણ ક્યાંથી લાવવા,
ત્રાજવે તોલાય એવું કૈ નથી.
છે અગોચર તો હશે વિશ્વાસ કર
આંખથી દેખાય એવું કૈ નથી.
તું સમજવાનું બરાબર રાખજે
ગેર સમજ ના થાય એવું કૈ નથી.
ખુબ શોધ્યું જિંદગી ના ચોપડે,
'તખ્ત' પર ભજવાય એવું કૈ નથી.
-------તખ્તસિંહ સોલંકી