Gujarati Quote in Story by Sultana

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા અનુભવો
નમસ્તે, હું છું સુલ્તાના.તમારા માટે લાવી છું એક નવી વાર્તા.
એક સામાન્ય પરિવાર હતું.જેમાં કુલ છ સભ્યો હતા.માતા-પિતા,ત્રણ દીકરીઓ અને એક દીકરો.આ પરિવાર ના લોકો બહુજ મોજથી પોતાનું જીવન પસાર કરતા હતા.બીજાના મકાન માં તેઓ ભાડે રહેતા હતા પરંતુ,તેઓ પોતાની આ જિંદગીથી ખુશ હતા.
એક દિવસ આ પરિવારમાં અંધકાર નું મોજુ આવ્યું.પરિવર ના વડા એટલેકે દીવ્યા ના પિતા ને કેન્સર થઇ ગયું. મહેશભાઈ એ આ વાત ઘરમાં ન કરી કે તેને કેન્સર છે કેમ કે આ સાંભળી ને પરિવાર માં માતમ જેવો માહોલ થઈ જાત.
મહેશભાઈ ને તેના બાળકો ને ભણાવવા નો બહુ શોખ હતો.તેના બાળકો પણ હોશિયાર હતા.મહેશભાઈ અંદર થી તૂટી ગયા હતા પણ , તેઓ બહાર થી મક્કમ બની ને રહેતા હતા જેથી તેમના પરિવાર ને આ વાત ની જાણ ન થાય.તેઓ દવા ની ફાઈલ પણ સંતાડીને રાખતા.
થોડા સમય પછી બન્યું એવું કે મહેશભાઈ ની તબિયત બહું જ ખરાબ થઈ ગઈ ડોક્ટરે તેમને ઓપરેશન થી જ ફેર પડશે એવું કીધું. હવે તો તેને ઘરે જાણ કરવી જ પડે.તેને ઘરે બધા ને એમ કિધુ કે તેને ગળા માં થોડી તકલીફ છે તો નાનું એવું ઓપરેશન આવશે.
મહેશભાઈ ને જ્યારે ઓપરેશન રૂમ માં લઇ ગયા ત્યારે તેઓને એવું લાગ્યું કે કદાચ તેઓ પાછા તેના બાળકો ને નહી મળી શકે માટે તેઓ ડોક્ટર ની રજા લઈ ને બહાર આવ્યા અને તેની પત્ની ને કહ્યું કે "હું કદાચ પાછો નો આવું તો મારા બાળકોને તું ભણાવજે."આ સાંભળી ને સવિતાબેન ની આંખો માંથી જાણે નદી વહેતી થઈ ગઈ.થોડા કલાકો માં ઓપરેશન થઈ ગયું અને તે સફળ રહ્યું. તેઓ તેના પરિવાર સાથે કાગળ માં લખીને જ વાત કરી શકતા.તેઓ સાજા પણ થઈ જાય છે અને કામે પણ લાગી જાય છે.પરંતુ કહેવાય છે ને કે ભગવાનની જે ઈચ્છા હોય તેમાં કોઈ રીતે ફેરફાર ના થઇ શકે.
મહેશભાઈ ની તબિયત થોડાજ દિવસો માં ખરાબ થવા લાગી.હોવી તો ડોક્ટરે કહયું કે તેઓ ફકત બે મહિના જ જીવિત રહેશે.આ સાંભળતાની સાથે જ સવિતાબેન જાણે એક સ્થિર પથ્થર બની ગયા અને થોડીજ વાર માં જાણે તેને કઇ સાંભળ્યુ જ નથી એવું વર્તન કરવા લાગ્યા જેથી મહેશભાઈ ની હિમ્મત તૂટે નહી,પરંતુ મહેશભાઈ જનતા હતા કે તેની પત્ની તેને દિલાસો આપે છે બાકી તે અંદર થી સાવ તૂટી ગઈ છે. આ બધું તો ઠીક પણ જ્યારે બાળકો ને ખબર પડે છે કે તેના પપ્પા હવે ફક્ત બે મહિના જ તેની સાથે રહેશે પછી તેને છોડી ને એવી જગ્યા એ જતા રહેશે જ્યાંથી તે પાછા જ નહીં આવે ત્યારે તેની માથે જાણે આભ ફાટી પડ્યું હોય એવું વાતાવરણ થઈ જાય છે.ધીમે ધીમે આ બે મહિના પુરા થવા આવ્યા.આખરે એ ભયાનક દિવસ આવી જ ગયો.આ દિવસે વહેલી સવારે મહેશભાઈ ની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ.જ્યારે ડૉક્ટર ને ઘરે બોલાવ્યા તો તેને કહ્યું કે મહેશભાઈ આ દુનિયાથી ગુજરી ગયા છે."પપ્પા તમેં પાછા આવો અમે તોફાન નહિ કરી, પપ્પા અમને એકલા મૂકી ને નો જાવ." આવા અવાજો થવા લાગ્યા.જ્યારે મહેશભાઈ નું છેલ્લી વખત મોઢું બતાવા લાવ્યા ત્યારે તેમની સૌથી નાની દીકરી બેજ વર્ષ ની હતી અને તે સૂતી હતી. એને શું ખબર કે તે મોટી થશે પછી અફસોસ કરશે કે મેં છેલીવાર પપ્પા નું મોઢું પણ નો જોયું.

Gujarati Story by Sultana : 111361446
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now