#અંતર
શબ્દો વચ્ચે જ્યારે અંતર વધે
હોઠો પણ બોલતા ડરે છે,
જ્યારે કહેવું કાંઈ હૃદયને ભલે
આંખોનું અંતર કયાં કદી નડે
હાથોથી હાથનું અંતર હોય તોયે
મનમાં તો હસ્તમેળાપ રચે
અંતર બે શરીરના ભલા હોય
આત્મથી આત્માનું મિલન જરૂર બને
જો હોય પ્રણયનો દરિયો ગહેરો
અંતર કદી પામવાને કયાંય ના નડે
બિંદીયા