#અંતર
અંતર ભલે ને હોય મીરાંને કૃષ્ણથી
એક કડતાલનો અવાજ
કૃષ્ણને મીરાંમાં સમાવે છે,
અંતર ભલે ને હોય સુદામાનો કૃષ્ણથી
એક દોસ્તીની યાદ એને
સુદામાને દુઃખમાંથી ઉગારે છે,
અંતર ભલે ને હોય ગોપીઓને કૃષ્ણથી
રાસની રમઝટમાં ગોપીઓ
દરેકમાં કૃષ્ણને જ પામે છે,
અંતર ભલે ને હોય રાધા ને કૃષ્ણની વચ્ચે
વાગે મોરલી વૃંદાવન ને બરસાને રાધા તો
મસ્ત મગન થઈ જૂમે છે,
અંતર ભલે ને હોય મારા ને કૃષ્ણ વચ્ચે
મારા શબ્દોને સાથ આપી
કવિતમાં શ્વાસ એ કૃષ્ણ તો પુરૂ છે
બિંદીયા