દૂરના સમાઈ ગયા મોબાઈલમાં, ઘરના સાથે અંતર થઈ ગયું,
વાહ ટેકનોલોજી તે એક સારા માણસને મશીન બનાવી દીધું.
હતો સમય અમારો રમતા હતા સૌ મિત્રો ગળીઓમાં રોજ,
આજના બાળપણને મોબાઈલ ટેબ્લેટ આધીન બનાવી દીધું.
એક ક્ષણ માટે બંધ થાય આંતરજાળ તો મગજ થાય બંધ,
સજીવ, સશક્ત ને વિચાર કરતા મનને પરાધીન બનાવી દીધું.
"મનોજ" લાગણીની આપ-લે થાય છે હવે નવી નવી એપથી,
સ્વાર્થને સાધવા ફરતા રહે નેટમાં, પ્રણયને જિન બનાવી દીધું.
મનોજ સંતોકી માનસ
#અંતર