એકલતાના ટોળે થી થોડા અમથા આવો
વાત કરી વિસામો આપવો છે થોડા અમથા આવો.
નફરતના દરિયેથી થોડા અમથા આવો
હેત કરી હૈયે સમાવવા છે થોડા અમથા આવો.
રંગોની માયાજાળ થી થોડા અમથા આવો
સંબંધોની શીખ આપવી છે થોડા અમથા આવો.
સપનાઓના મહેલમાંથી થોડા અમથા આવો
સ્પર્શ કરી સંવેદના આપવી છે થોડા અમથા આવો.
પારકા ક્યાં સુધી રહેશો થોડા અમથા આવો
પોતાના કરી સજાવવા છે થોડા અમથા આવો.
નરેન્દ્ર જોષી.