રંગ ઉડ્યા અહીં કેવા કેવા,
કેસુડાની જાજમ જેવા...
વર્ષભરનો ઉમંગ જેમાં વિસરૂં હું વિષાદ,
આનંદ બનીને ઉડે આજે હૈયાનો સંવાદ.
સરભરતાનો ગુલાલ એવો, કંઈક કિસ્સાઓ કહેવા....
રંગ ઉડ્યા અહીં કેવા કેવા,
ઓળઘોળ બસ સાનભાન ને એકબીજામાં વરસ્યા,
પ્રણયની પિચકારી હાથે, લઈને દોડે તરસ્યા.
ચાલ હવે ભીંજાઈ જઈએ, દદડે પ્રીતના નેવા,
રંગ ઉડ્યા અહીં કેવા કેવા.
કોનો જાદુ ચાલ્યો આજે, આરપાર આ અવસર
કેવું સુંદર સામે જો આ , છલકે સ્નેહ સરવર.
આ પાર ને એ પારના #અંતર શાને સહેવા ?
રંગ ઉડ્યા અહીં કેવા કેવા.
#અંતર