શ્વાસ અેકાકાર થાતો જાયછે,
લાગેછે કે પ્યાર થાતો જાયછે !
જ્યારથી આવ્યા છો જીવનમાં તમે,
હર દિવસ તહેવાર થાતો જાયછે !
ઠાલવુ ક્યાં જઇને હું ખાલીપણુ,
આ હ્રદયમાં ભાર થાતો જાયછે !
થાય દુખ કેવું ? ધરૂ છાતી અને,
પીઠ પાછળ વાર થાતો જાયછે !
ફૂલ કરમાયેલુ અે ચૂમે જરા,
ત્યાં લીલો સંચાર થાતો જાયછે !
કેટલું આપ્યુ કીધા વિના તમે,
કેટલો આભાર થાતો જાયછે !
અેમને શું જિંદગી ને શું મરણ,
તું જેનો આધાર થાતો જાયછે !