Gujarati Quote in Poem by Ronak Kamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંભાળજે મારા ઉરને હરિ હળવે હળવે.
સાંભળજે મારા સૂરને હરિ હળવે હળવે.

ઘવાયેલું છે એ કેટકેટલું જગપ્રહારો થકી,
વાળજે તારામાં છે દૂરને હરિ હળવે હળવે.

વાસ છે તારો ત્યાં અવિરત પ્રભુ માનું છું,
સ્વીકારજે ભાવ ભરપૂરને હરિ હળવે હળવે.

અર્પી દીધું આખ્ખે આખું હરિવર તુજને,
વાસ તારો ત્યાં જરુરને હરિ હળવે હળવે.

મનમંદિરે રહેજો માલિક બડભાગી બનું હું,
તારા ચહેરે મારું નૂરને હરિ હળવે હળવે.
#સજાવટ

Gujarati Poem by Ronak Kamdar : 111360636
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now