Feng Shui Tips For Weight Loss
દવાઓ ને નુસ્ખાઓ છોડો, ફેંગશુઈની આ રીત ઝડપથી ઘટાડશે તમારું વજન !
વધતા વજનથી તમે પરેશાન થઇ રહ્યા છો? બની શકે કે, તમારા આખા દિવસની ભાગદોડમાં તમને વજન ઘટાડવા માટે જીમ જવાનો સમય મળતો ન હોય અને તમારાથી ડાયટિંગ પણ ન થઇ શકતું હોય. આ સમયે તમે ફેંગશુઈની મદદ લઇ શકો છો. હા, આ સાંભળવામાં તો અજીબ લાગે છે પરંતું ચીની વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી તમે વધતા વજન પર કંટ્રોલ કરી શકો છો.
ચીની વાસ્તુશાસ્ત્રમાં આ ટિપ્સની મદદથી તમે તમારા શરીરની ઉર્જા, એનર્જી અને આંતરિક ક્રિયાના ફ્લોને જાળવી રાખવામાં મદદ કરશે. તમારા શરીરની આંતરિક ક્રિયા જો યોગ્ય હશે તો તમે આપમેળે જ એકદમ ફિટ બની જશો. આ માટે જ આજે અમે તમારી માટે થોડી ચીની વાસ્તુશાસ્ત્ર એટલે કે ફેગશુઈની ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમારું વજન એકદમ કંટ્રોલમાં આવી જાય છે.ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યાએ ઘરનું રસોડું છે. આ માટે રસોડાની સાફ-સફાઈ તો રાખવી જ જોઇએ, તેની સજાવટ પણ કરવી જોઇએ. પરંતું અહીંથી કોઇ એવી વસ્તુ જેનો ઉપયોગ ન થતો હોય કે તે બિનજરૂરી હોય તેને તરત જ દૂર કરવી જોઇએ. દિવાલોમાં હળવા રંગનો ઉપયોગ કરવો. ફેંગશુઈ મુજબ ઘાટ્ટા રંગ ભૂખ વધારે છે અને હળવા રંગ ભૂખ ઓછી કરે છે. તેની સાથે જ, વાદળી રંગની પ્લેટ્સ અને ટેબલ ક્લોથનો ઉપયોગ કરવો. જેનાથી તમે ભોજન ઓછું કરશો અને વજન નિયંત્રણમાં રહેશે.
ભોજન જોઇને તેની પર તૂટી ન પડવુઃ-
મોટાભાગે આપણે ભોજનને જોઇને તેની પર તૂટી પડીએ છીએ, પરંતુ આ યોગ્ય નથી. ફેંગશુઈ મુજબ ભોજન કર્યા પહેલાં સંતુષ્ટિની કામના કરવી જોઇએ. જેનાથી ભોજનસ્વાસ્થ્યવર્ધક તો રહે જ છે, સાથે જ, તે કોઇ વિકાર પેદા થવા દેતું નથી. જો તમે ઇચ્છતા હોવ તો તમારે વધારે ભોજન નથી કરવું, તો રસોડામાં અને ડાયનિંગ ટેબલ પર તાજા ફળ સજાવીને રાખવા. ભારતીય સંસ્કૃતિમાં પણ ભોજન કરતા પહેલાં ઇશ્વરનું સ્મરણ કરવાની સલાહ આપવામાં આવે છે.
અરીસાનો કરવો ઉપયોગઃ-
સૂર્યના કિરણો સીધા રસોડામાં અથવા ડાયનિંગ એરિયામાં પહોંચવી જોઇએ. આ સિવાય ફેગશુઈ મુજબ તમે ડાયનિંગ ટેબલ અથવા ફ્રિજની સામે અરીસો લગાવીને પણ તમે વજન ઓછું કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, તેનાથી ભોજન પોષક અને આરોગ્યવર્ધક બની જાય છે અને તમારી શરીરની કાર્યપ્રણાલી પણ એકદમ યોગ્ય બને છે.
બૂટ-ચપ્પલ જોઇને વજન ઘટાડોઃ-
સાંભળવામાં ભલે અજીબ લાગતું હોય, પરંતુ બૂટ-ચપ્પલને જોઇને પણ વજન ઓછું કરી શકાય છે. તમારા બૂટ-ચપ્પલ તમારે એવી જગ્યાએ રાખવા જોઇએ, જે આવતા-જતા તમારી નજરમાં આવે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું કે તે બૂટ-ચપ્પલ સાફ અને નવા હોવા જોઇએ. ઘરમાં સ્વસ્થ અને પ્રસન્ન લોકોની તસવીરો અને પોસ્ટર લગાવવા. જેનાથી તમારા શરીર પર સારી અસર પડી શકે.
બેડરૂમની સામે સામાન ન ફેલાવવોઃ-
બેડરૂમને ક્લિન રાખવું. ખાસ કરીને કબાટમાં ઠુંસી-ઠુંસીને સામાન કે કપડા ન ભરવા. આખા ઘરમાં ફેલાયેલી વસ્તુઓને વ્યવસ્થિત કરવી. બેડરૂમમાં યોગ્ય તસવીરો જેનાથી તમારો સ્વભાવ હકારાત્મક બને તેવી લગાવવી. ચીની ફેગશુઈ એનર્જી આ વિવિધ રીતે તમારી માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને તમારા શરીરનું વધતું વજન પણ કંટ્રોલમાં આવી જશે.