Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ*.

બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો,

*'બર્થડે'* અને

*'મેરેજ એનીવર્સરી'*

વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ...

માતા પિતા ને *'મમ્મા'* અને
*'ડેડા'* કેતા પણ શીખવો...

અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ...

*કારણ કે...*

બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર
*સ્નાત્ર કેવી રીતે કરાય*...
એના બદલે છરી થી *'કેક'* કેમ કપાય એ શિખવનાર આપણે...

*મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે,*
કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે..

પેલ્લી વાર બહાર જતા,,
*'જય જીનેન્દ્ર'*
ને બદલે
*'બાય બાય'*
કે તા શિખવનાર આપણે..

પરીક્ષા આપવા જતી વખતે
*ઈષ્ટ દેવ /વડીલો ને*
પગે લગાડવા ને બદલે
*'Best of Luck'*
કહીને સ્કૂલે મોકલનારા આપણે..

બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે,,,
*હોટેલ મા કચરો ખાવા*
મોકલનારા આપણે..

આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે
*કુળદેવતા / દેવ દર્શને*
મોકલવાને બદલે...
હનીમુન કરવા *'ફોરેન'* ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે..

ઘણી એવી અંગ્રેજ કલ્ચર છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે...

વાંક કોનો...??
માત્ર તમારો *(મા-બાપ)*

ઈંગ્લીશ માત્ર *ભાષા* છે...

તેને *શીખવાની* હોય..

*જીવન માં ઉતારવાની*
ન હોય..

માનો તો ઠીક છે..
નહિ તો જિંદગી ભગવાને દીધી છે..

ચાલતી આવે છે,
ચાલતી રહેશે..

*બોલ્યું ચાલ્યું માફ*

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111360386
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now