Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મલ્હાર ચોધાર આંસુએ બધાને જોઈ રહી,એક એવી
દીકરીને આ બધા ઋષિમુનીઓ એ સંસ્કાર સિંચ્યા હતાક્ તે કોનું પિંડ છે તે પણ વર્ષાને ક્યારેય નહોતું પૂછ્યું.તે બધા સામે ગદગદ થઈ જઈ નમી પડી.હાથમાંના પરબીડિયાને ત્રણ કલાકથી પકડી બેઠી હતી,બધા સામે
તેણે પરબીડિયું ખોલ્યું તો કેસરની સુગંધથી મહેંકી ઉઠ્યું. પરબીડિયામાંથી એક સુંદર શ્વેત કાગળ નિકળ્યો
જેમાં પીંછી વડે કેસરથી બે હાથ જોડી ક્ષમા યાચના હતી.
નીચે સુંદર મરોડદાર અક્ષરે લખ્યું હતું.
*ક્ષમા🙏...મલ્હારની જ *મા*
વાંચતા જ બે આંખોને મીંચીને એક શ્વેત પરીને ઉડી જતી મલ્હાર જોઈ રહી..હા પણ આજે તેની સામે નિશ્ચિત એક નમણો સુંદર ચહેરો હતો જે તે વર્ષોથી શોધતી હતી.*મા*
કહી મલ્હારે ફરી હાથ જોડી પ્રણામ કર્યાને તે માને તેણે પણ પપ્પાની જેમ જ ક્ષમા અર્પી દીધી.🙏
મનોમન નાની સંજનાની આંગળી પકડી લઈ તે *મલ્હાર દી* બની ગઈ તો ઉભા થઈ અલંકારે આ દિવ્ય ઘડીને મલ્હારના ખભે હાથ મૂકી સ્વીકારી લીધી.દરેકના ચહેરા પર એક સુખાનંદની જ્યોત ચમકતી જોઈ ફ્રેમમાંથી દાદીમા જાણે અમી છાંટણા આશીર્વાદ રૂપે અર્પી રહ્યા.🙏

(સંપૂર્ણ)
જયશ્રી પટેલ
૮/૩/૨૦૨૦

*વુમન્સ ડે* કેવો સમાજ છે સ્ત્રીની શક્તિની તેના અંત:કરણની ઓળખજ ક્યાછે..આજથી ચોવીસ /પચ્ચીસ વર્ષ પહેલા પણ મલ્હાર જન્મી કુંવારીમાના ખોળે...ત્યા અંજુ જેવી સ્ત્રી મિત્ર હતી કે તેણે મલ્હારને અપનાવી...ચીંચીંમા જેવી સ્ત્રીએ આખી જિંદગી બે બાળકીઓ વિના સ્વાર્થે ઉછેરી... દાદીમાએ પોતાનું પિંડ ન હોવા છતાં મલ્હારને સંસ્કારોથી સિંચી..
ત્યાં પુરૂષ પણ કાંઈ ઓછા નહોતા કે નરેશે એક બાળકીને પિતાનું નામ આપ્યું તો બીજાએ જન્મઆપી સમાજમાં સ્થાન આપ્યું.. દરેક *મલ્હારને*આમજ મધુર લયમય જીવન મળે..
.એ આશા સાથે દરેક નારી શક્તિને સતસત પ્રણામ🙏 વુમન્સ ડેના અભિનંદન💐દિલથી દરેક રૂપમાં શોભતી નારીઓને એક વાર્તા રૂપીભેટ સમર્પિત વાર્તા *મલ્હાર* ✍️✍️💖

સૌ વાંચકોનો આભાર..સાથ આપવા ને પ્રોત્સાહિત કરવા🙏🙏💕

જયશ્રી પટેલ
૮/૩/૨૦૨૦

Gujarati Story by Jayshree Patel : 111360134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now