Gujarati Quote in Microfiction by Mitesh Lad

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મારો ટૂંકો પડશે, એને સજાવટમાં,
ચણતાં ચણી દીધો છે, જે મહેલ તેં હવામાં !

સ્વપ્નોનાં દઈ રમકડાં, રાખે છે ઊંઘવામાં,
રાતો તો જાગવાની સૂરજને ઢાંકવામાં !

બાકી કશું ન રાખ્યું ખોટું લગાડવામાં,
તેં પણ કમાલ કીધા અવસર બગાડવામાં !

સાથી સહજતા સાધે જો સાથ આપવામાં,
પામી જવાશે અઢળક, કિરદાર જાણવામાં.

છે ફાયદો આ મોટો, સરનામું આપવામાં !
એની નજીક જવાશે, રસ્તો બતાડવામાં.

*બચતું રહે છે કોઈ,રંગાઈ જાય કોઈ,*
*મશગૂલ રહે છે તું તો બસ રંગ છાંટવામાં !*

આપે છે કોણ આવી સવલત છકી જવાની ?
એને જ ભૂલી જાઓ એને પુકારવામાં !

વહેતા સમયની સાથે વહેવું જચી રહ્યું છે,
પડવું નથી હવેથી દૃશ્યો મઠારવામાં.

છેલ્લો વિકલ્પ છે કે ઢોળાઈ જાય શબ્દો,
હસ્તી મટી ગયાની મસ્તીને ઢાળવામાં !


#સજાવટ

Gujarati Microfiction by Mitesh Lad : 111360124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now