Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મલ્હાર : ૬
ભાગ :૬
પપ્પાના શબ્દો સાંભળીને મલ્હાર ત્યાંજ સ્તબ્ધ થઈ ઊભી રહી ગઈ.ન હા ન ના કાંઈ જ ન બોલી શકી.ખરેખર પપ્પા જાણતા હતાં કે હું જે વર્ષાદેવીને મળી તે મારા મમ્મી છે...મારી *મા* છે તો શા માટે મારો ઉછેર મા વગર થયો?શા માટે હું મા વગર ની કહેવાય? શા માટે દાદી પણ આ રહસ્ય સાથે લઈને ગયા?શા માટે ચીંચીંમા ચુપ રહ્યા?હવે તો મારાથી સહન જ નથી થતું ભગવાન..કોઈ તો કંઈક બોલે...!
અચાનક ગાડીનું હોર્ન સંભળાયું ,ચીંચીંમા એ દરવાજો ખોલી અલંકારને તેના મમ્મી પપ્પાનું સ્વાગત કર્યુ.બધા મલ્હારને તેના પપ્પા પાસેપહોંચ્યા.નરેશભાઈ
મલ્હારને લઈ સોફા પર બેઠા ને બધા ખુરશીમાં,તેમણે ચીંચીંમાને “ચા પાણી કરાવો “કહી ચુપકી તોડી.અંજુબેને ધીરેથી મલ્હાર પાસે આવી તેનો હાથ પોતાના હાથમાં લીધો.પપ્પાએ વાત સરૂ કરી ,” મલ્હાર ,વર્ષા તારી મા જરૂર છે પણ હું તારો પપ્પા નથી.જરાપણ વચ્ચે એક પણ પ્રશ્ન નહિ કરતી બેટા..બધું જ શાંતિથી સાંભળજે.હું ,વર્ષા ને અંજુ એક સાથે મોટા થયા,સાથે રમ્યાને સાથે કોલેજ નું ભણતર પૂરૂ કર્યુ.વર્ષા ખૂબ જ ઊચ્ચ વિચારો વાળી જમાના કરતા પણ બે દસકા આગળ જીવનારી હતી.હું ને અંજુ હજુ પણ સમાજથી ડરી ડરી જીવનારા તુચ્છ સામાજીક પ્રાણી હતા.વર્ષા વિલેપારલા રહેવા ગઈ તો અમે તેને ત્યાં રોકાવા જતા.
સમયના જતા બધાજ સૌ સૌને ધંધેને કામે લાગી ગયા.
અંજુ પરદેશ ચાલી ગઈ અમારા સંપર્ક છૂટ્યા.વર્ષા પણ પાર્લાના જ કોઈ અમીર ઘરના છોકરા સાથે ફરતી હતી.
કોઈ શું કરવા તે પાર્લાના સૌથી અમીર કુટુંબ સુભાંગ
પટની ના પુત્ર અજેય સાથે જ ફરતી હતી.અમને બધાને જ
તેની ઈર્ષા થતી કે સુંદર સુશીલ ને અપ્સરા જેવી વર્ષા
કેટલી સુખી છે,અમને અમારી મધ્યમ વર્ગીય પરિસ્થિતિ
પર બહુજ ગુસ્સો આવતો.અમારી સાથેના સંપર્ક છૂટ્યા.વર્ષાએ જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવ્યોને અમે કોમર્સ માં.અહીં અમારા રસ્તા ફંટાયા.
ક્યા ચાર વર્ષ પૂરા થયાને અંજુ વિદેશથી પાછી આવી સાથે નાનો ત્રણ ચાર મહિનાનો અલંકાર હતો.તેણી મને કે બીજા મિત્રો ને ભૂલી નહોતી.સ્માર્ટ બનાવી દીધી હતી ડોક્ટરસાહેબે.” નરેશભાઈ હસ્યા ને અંજુ સામે જોયું.
અંજુબેને બોલવાનું ચાલુ કર્યુ,” બેટા હા હું બેજ વર્ષ
કોલેજના કરી તમારા પપ્પાજીસાથે વિદેશ ગઈ હતી.તેઓ
તેમનો આગળ અભ્યાસ કરવા ગયા હતા,સાથે મને લઈને.ત્યાં એમણે મને ટીચર્સ નો અભ્યાસ કરાવ્યોને
સરસ રીતે પગ પર ઉભી કરી.ભારત આવ્યા તો તેઓ
હોસ્પિટલનું સ્વપ્ન લઈને આવ્યા હતા.હું અલંકારને મોટો
કરવામાં પડી ગઈ.મે અંજુનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો
પણ તે તો તેના ચિત્રોના પ્રદર્શન કરવામાં પડી ગઈ હતી.
તે જ અરસામાં હુ ને નરેશ જરૂર ક્યારેક ક્યારેક મળતા.
અમે ત્યારેજ સાંભળ્યું કે વર્ષાના પપ્પાનું દેહાંત થયું .અમે મળવાની કોશિશ કરી પણ તે ન મળી.મારો ફોન પણ ન ઉઠાવતી. એક દિવસ નરેશને માથેરાન જતા અકસ્માત થયો ને હું રોજ એને હોસ્પિટલ મળવા જવા લાગી.ત્યારે તારા પપ્પાજી એ જે જાહેર કર્યુ તેનાથી નરેશ ખૂબ નિરાશ થઈ ગયો.તે કદી પણ પિતા નહિ બની સકે એ જાણી તેના માતા પણ ખૂબ જ નિરાશ થયા.તે ક્ષણે મલ્હાર એક ડૂસકું મૂકી પપ્પાનો હાથ સ્પર્શ કરી આંખો થી જ બોલી
પપ્પા તમે ધન્ય છો..બે હાથ જોડીને તે પપ્પાની વધુ નજીક
સરકી. અંજુબેન ચુપ થઈ ગયા.

Gujarati Story by Jayshree Patel : 111360102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now