Gujarati Quote in Film-Review by Niyati Kapadia Nirjhar

Film-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગોળ કેરી

મલ્હાર ઠક્કર અને માનસી પારેખ બંનેની સુંદર એક્ટિંગ અને બંને લાગે છે પણ સરસ. કેટલાક સીનમા માનસી મલ્હાર પર ભારે પડે છે..! એમના માબાપનો રોલ કરી રહેલા જૂના ગુજરાતી સિરિયલના કલાકારો સચિન ખેડેકર અને વંદના પાઠકને સ્ક્રિન ઉપર જોવા ગમે છે.

આખી ફિલ્મમાં જ્યારે વાત ચાલતી હોય ત્યારે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક શાંત કરી દેવાયુ છે અને એની મોટી શાંતિ લાગી. જે તે માણસ જે કહી રહ્યો છે એના સિવાય કોઈ જ એક્સ્ટ્રા અવાજ નહિ...તમે આરામથી એ ડાયલોગ માણી શકો. કોઈ સરસ ગીત નથી ફિલ્મમાં એની ખોટ પડી!

ગુજરાતીઓ અને ખાસ કરીને આપણી આગળની પેઢીને આકર્ષવા જ વાર્તામાં સ્કુટર લઈ આવ્યા હોય એવું લાગ્યું. આખા ફેમિલીનો સ્કુટર પ્રેમ કેટલીય વાર પડદા પર જોવા મળ્યો. પત્ની સ્કુટર ચલાવતી હોય અને પતિ, દીકરો, વહુ બધા સ્કુટરની આસપાસ ગોઠવાઈ ગયા હોય એવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શકે? આજે સ્કુટર ને બદલે ગાડી ચાલે 😅

આ ફિલ્મ આજના યુવાનો વિશે વાત કહે છે! એમની તકલીફો! એક બાજુ પ્રેમમાં હોય અને બીજી બાજુ નોકરીનું ટેન્શન. એમની પાસે ઓપ્શન ઘણા છે નોકરીના પણ એમને ગમે, ફાવે એવી નોકરી શોધવામાં મુંઝવણ અનુભવે. એ જ સમયે પોતાની પ્રેમિકાને આગળ વધતી જોઈ લગુતાગ્રંથી અનુભવે પરિણામે બંને વચ્ચે ઝઘડા...

ફિલ્મ અડધી થયા બાદ મને બોરિંગ લાગી. આગળ કોઈની પાસે કશું કહેવા કે કરવાનું હતું જ નહિ. છોકરાની ભૂલ છે, છોકરી બરાબર એટલે છોકરાને સમજાવો કે એ માફી માંગી લે...છેક એન્ડ સુધી છોકરાને સમજાવે અને એ માની જાય છે, જઈને માફી માંગે, એ છોકરી પણ એને તરત માફ કરી સ્વિકારી લે!

મને આ અંત ના ગમ્યો! કેટલી વાર એકની એક ભૂલો કર્યા બાદ પણ પ્રેમીકા જે ખરેખર ખૂબ હોશિયાર છે, એની મહેનતથી આગળ વધી રહી છે એ એની આગળ પાછળ ફર્યા કરતા અને સતત શંકા કરતા બોયફ્રેન્ડને માફ કરી દે? શા માટે માફ કરી દે? લગ્ન થયા બાદ એ સુધરી જવાનો? ફરીથી એ શંકા નહિ કરે, પત્નીના પતિ ઉપરના જોકસ પર એ ખુલ્લા દિલે હસી શકશે? એની પોતાની ઉપર નહિ લે... એવું શક્ય બનશે? કોઈ એક મજબૂત કારણ જોવા ના મળ્યું. આજના છોકરાઓને આ ફિલ્મ જોવી ગમી શકે, એમની પરિસ્થિતિ બતાવી છે અને એમને ગમે એવી ગર્લ ફ્રેન્ડ..!

એક મરાઠી ફિલ્મ ઉપરથી પ્રેરણા લઈ આ ફિલ્મ બનાવાઈ છે નો ડાઉત એ ફિલ્મ જોરદાર હશે!

બધી જગ્યાએ ગુજરાતી ફિલ્મ માટે હાઉસ ફૂલના પાટિયા જોઈને મને ખરેખર આનંદ થયો..!! હવે કોરિયન ફિલ્મ જોઈ એના ઉપરથી કોઈ ગુજરાતી ફિલ્મ બનાવો...😂😂😂
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Film-Review by Niyati Kapadia Nirjhar : 111359967
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now