બહુ વરસો પેલાની આ વાત હતી,
આજે સપનાં માં એની યાદ હતી.
કોમળ ફૂલ જેવો ચહેરો હતો,
એમાં માસુમીયત છલકાતી હતી.
એની પ્યારી પ્યારી આંખોથી,
થોડું થોડું એ શરમાતી હતી.
એની કાયા કામણગારી હતી,
જાણે પરીઓની એ મહારાણી હતી.
એના હોઠ પર સ્મિત છલકાતુ હતું,
એની આંખો માં કંઈક વાત હતી.
આંખ ખુલ્લી ને જોયું તો ભાવીક
એની મીઠી મીઠી યાદ હતી.