તને એવી સજાવી છે કે દુનિયા જોતી રહી જાય
નાકે નાનકડી નથી હોય
આખે કાજલ ની મહેફિલ હોય,
માંગ માં મારા નામનું સિંદૂર હશે
હોઠ ઉપર લાલ લાલી ની જમાવટ હોય.
તને એવી સજાવી છે કે દુનિયા જોતી રહી જાય
કાને ઝૂમખાં ની જોડી રમતી હોય
માથે વાળ ગુંચ લટ બની ઊડતી હોય,
ગળે મારા નામનું મંગળસૂત્ર હશે
ચહેરો ગુલાબ જેવો ખીલેલો હોય.
તને એવી સજાવી છે કે દુનિયા જોતી રહી જાય
ચણીયા ચોરી મા તુ અપ્સરા જેવી હોય
કમરે તારે કમરર્પટ્ટ મલકતો હોય,
હાથો મા મારા નામની ચૂડી હશે
પાયલ પગ મા ખનકતી હોય.
તને એવી સજાવી છે કે દુનિયા જોતી રહી જાય
થયી હોય તારી આવી સજાવટ અને
જોઈ તને ઘાયલ થાય "સેમીન"
#સજાવટ