Gujarati Quote in Funny by Kuntal Sanjay Bhatt

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વાયરસ*
#######

વાયરસ....આ શબ્દ જ કેવો નહિ? સાંભળતાં જ નકારાત્મકતા ઘેરી વળે.પણ આજે મને વિચાર આવ્યો ..જસ્ટ ઈમેજીન. ..આ વાયરસ જો પ્રેમ નો હોય તો શું થાય?
લગભગ કોઈ પણ વાયરસ ની પહેલી અસર ભીડભાડ વાળી જગ્યાએ થાય છે રાઈટ ? તો....તો...તો...વિચારો તો વાયરસ અને તે પણ પ્રેમનો હોય તો શું થાય ? મુંબઈ ની ચર્ચગેટ ની ભીડ વિચારો...કાંઈક આવા ડાયલોગ્સ " અરે ! 😍 દિસત નાહી કા? મી સાઈડ હોતે તુમ્હી નિઘા" ! બીજો ," અબે દીખ રૈલા હૈ ના 😍..મૈં જા રૈલી હૈ ચલ હાથ પકડલે ભીડુ"! ત્યાં ટ્રેઇન આવે ધસમસતી...બધા હાથ પકડી ને આંખોમાં લાલ લાલ પ્રેમ વાયરસ લઈ સ્લૉ મોશનમાં દોડતાં હોય 👫.ટ્રેન બિચારી...રાહ જોતી ઉભી રહે પણ થાકીને ખાલી જ જતી રહે.ઑફિસોમાં ચિંતાનો માહોલ હજી એમ્પ્લોઈસ આવ્યા નથી .(આ પ્રેમ વાયરસ ઓન્લી ચર્ચગેટ જ કવર કરી રહ્યો હોય છે).પ્લેટફોર્મ પર ટ્રેઇનની એનાઉન્સમેન્ટ ને બદલે લવસોંગ્સ વાગે," તુમ્હી હો..અબ તુમ્હી હો મેરી જિંદગી અબ તુમ્હી હો", 😍..બધા આજુબાજુનું વિચાર્યા વગર કપલ ડાન્સ કરતાં હોય .સાંજ પડે થાક તો વર્તાય જ ભૂખ લાગે કેન્ટીનમાં જાય વડાપાઉં લે ....હવે શરૂ થાય પ્રેમ પૂર્વક ખવડાવવાનો સિલસિલો " આધા તું ખા આધા મેં ખાતા હું," લેડી થોડી વધુ પ્રેમાળ કહે " તું ઇસ તરફ સે ખા મૈં ઇસ તરફ સે" આહાહા....શુ નઝારો ! 💑
અરે! આ શું પ્રેમ વાયરસ નો એન્ટીડોટ આવ્યો , એક ગેસ છોડવામાં આવે જે પ્રેમ વાયરસનો એન્ટીડોટ હોય.હવેનાં ડાયલોગ્સ કાંઈક આવા " મેલ્યા, સોડ માઝા હાથ તું કોણ રે..કાઈ લાજ વાટત કી નાહી?😡"એ...તારે ઘમાસાણ ને ચર્ચગેટ સ્ટેશન રણભૂમિ!

( ફક્ત મનોરંજન હેતુ અને કોરોનાના હાઉ થી 2 મિનિટ બેધ્યાન થવા)

*કુંતલ ભટ્ટ "કુલ"*
*સુરત.*

Gujarati Funny by Kuntal Sanjay Bhatt : 111359805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now