કેસૂડાંના રંગે રંગાયો છું .
પરાયાંથી સમજાયો છું.
વૈખરીથી અકળાયો છું,
પરાથકી હું સવાયો છું.
ના સમજી શક્યા મિત્રો,
શત્રુઓથી ઓળખાયો છું.
સમંદરે ના બુઝાવી તૃષા,
મૃગજળથી સંતોષાયો છું.
પ્રતિમામાં ન પ્રભુ દેખાયા,
માનવતા જોઈ મલકાયો છું.
હંકાર્યું અબ્ધિમાં અવિરત,
ભાળી કિનારો મૂંઝાયો છું!