Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મલ્હાર ૪
આગળ


એક ધ્યાનથી સાંભળતી મલ્હાર એક પણ શબ્દ બોલ્યા વગર એકીટશે વર્ષાદેવીનું સૌદર્ય ને બોલવાની છટા જોતી રહી.અલંકાર સમજી ન શક્યો કે શાંત મલ્હાર અંદરથી કેમ આટલી વિચલિત છે.વર્ષાદેવીએ અચાનક જ મલ્હાર સામે જોયું તો બોલી ઉઠ્યા,”અરે !ક્યારની હુંજ બોલું છું,તમે બન્ને કંઈકતો બોલો.ચાલો ગરમ ચાના કાવા સાથે તમને શું ચાલશે?” તેઓ બધું સુંદર ડીશીસમાં મૂકવા લાગ્યા.અલંકાર ના હા કરી બે ત્રણ બિસ્કૂટ ને ગરમ ટોસ્ટ લઈ લીધા.મલ્હારે કાવામાં દૂધ નાંખ્યું ને ટોસ્ટ લઈ બેઠી.વર્ષાદેવીએ કાવો એકલો જ લીધો.ઔપચારીક વાતો થઈ અને દિવાનખાનામાં લટકતા એક કાશ્મિરી યુવતીના ચિત્રને બતાવતા મલ્હારે પ્રશ્ન કર્યો,”આ ચિત્ર તમે અહીંથી લીધું?” ઉત્તર મળતા મલ્હારની આંખોમાં ચમક આવી ગઈ,”ના એ મારૂ બનાવેલ પેઈન્ટિંગ છે.”અલંકારે કહ્યું,” આન્ટી મલ્હાર પણ સારી ચિત્રકાર છે....” મલ્હાર ચમકી ,”અરે! તમે ક્યા જોયા મારા ચિત્ર??ખોટી વાત છે.” મલ્હારને આમ અચાનક હેબતાઈ ગયેલી જોય અલંકારને પોતાનાથી થયેલી ભૂલનો પસ્તાવો થયો.તરતજ વાત બદલી એણે કહ્યું ,”તેં જે ડ્રોઈંગબુક ને રંગો મંગાવ્યા તે પરથી મેં તો અંદાજ લગાવ્યો..” શરમાઈને મલ્હાર ચુપ થઈ ગઈ.
મલ્હારના સ્પર્શથી અંદરથી વર્ષાદેવીના અંત:કરણમાં પણ હલચલ મચી ગઈ હતી,કેમ આજે હૃદય વિચલિત થયું? કેમ પોતાના પણું જાણે રૂપથી કહી રહ્યું કે તારા લોહી સાથે આ લોહીની સગાઈ કઈ છે?બન્ને જણાને ઘર બતાવી,પોતાના ચિત્રો બતાવી વર્ષાદેવીએ બન્ને ને ફરી મળવાનું વચન આપી સુંદર શ્રીનગરની શોલ ભેટ આપી દરવાજા સુધી વિદાય કરી ઘરમાં આવ્યા અને જાણે હૃદય પર એક ભાર છવાયો હોય એમ આંખ મીંચી સોફા પર છેક અંધારૂ થયું ત્યાં સુધી બેસી રહ્યા.મલ્હાર ધ્યાનથી રસ્તો જોઈ રહી હતી.
મન કહેતું હતું કાલે એકલી આવી મળું કે પછી ઘરે અંજુમમ્મીને મળી ફરી પાછી જોજનો દૂર મળવા આવું.?ચીંચીંમા ને પૂછું કે આલ્બમ શોધીને એ ફોટા સાથે આવી મળું.? મૂંઝારો કોને કહું?સખીની ખોટ સાલી..કેમ મિત્રો ન બનાવી સકી?અચાનક તેનો હાથ અલંકારના હાથ સાથે સ્પર્શ કરી ગયો,જાણે કહેતો હોય કે તારી પાસે જિંદગીની પૂરી સફર પાર કરવા આવો સહૃદયી મિત્ર તો છે.
માની શોધ અધુરી રહી હોય,હાથ માં આવેલું હલૈશું જાણે છૂટી જતું હોય...નદીમાં નાવડી હાલકડોલક થતી હોય તેવી ભાવના થઈ આવી.પણ મક્કમ મનની મલ્હાર નાવ નહીં ડૂબવા દઉંના નિર્ધાર સાથે અલંકાર સાથે મીઠા આંગળીઓના સ્પર્શના સ્પંદનમાં મૌન રહી સફર કરી રહી.

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૫/૩/૨૦૨૦

Gujarati Story by Jayshree Patel : 111359676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now