English Quote in Story by Deeps Gadhvi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મારા મન ની વાત"
કમાલ છે નહિં આ છોકરીઓ આપણને કેટલું attachment થતું હોય છે એમની જોડે કે જ્યારે આપણે એક બીજા ને ઓડખીયે ત્યાંરે અને પછી ફ્રેન્ડશીપ થાય ને પછી બેસ્ટ ફ્રેન્ડશીપ થાય અને છેલ્લે આપણે છોકરાઓ એમની આ બેસ્ટ ફ્રેન્ડશીપ ને લવ ની નજર થી જોવાનું ચાલુ કરી નાખીએ છીયે,
અરે યાર આપણા છોકરાઓની આ જ મોટી કમજોરી છે કે છોકરીઓની બેસ્ટ ફ્રેન્ડશીપ ને આપણે લવ સમજી લઇએ છીયે,
કેમ છોકરીઓને એક બેસ્ટ ફ્રેન્ડ ની જરુર ના હોય કે જે હંમેશા સાથે રહે,એમના મન ની વાત એ પોતાને કરતા પહેલા એ બેસ્ટ ફ્રેન્ડ કે જે છોકરો છે એને કહે,એવુ ના બની શકે કે એ છોકરી કે જેના બધા સપનાં સાકાર કરવાની શરૂઆત એ છોકરા ની મદદથી કરી શકે,કેમ એવું ના બની શકે એ છોકરી તમને એના પેરેન્ટ્સ કરતા પણ વધુ તમને પોતાનો બેસ્ટ સમજે,
પણ તમારા એ ત્રણ અક્ષરવાળા શબ્દો સાંભળીને છોકરી એવું ફિલ કરી રહિ હોય છે કે મારે મારી લાઇફ માં એક એવો બેસ્ટ ફ્રેન્ડ જોતો હતો કે મને અને મારી લાગણીઓને સમજે પરંતુ અંહિયા તો છોકરીએ જેવી લાગણીઓ ને વ્યક્ત કરી ત્યાં છોકરો એને પ્રેમ સમજીને પ્રપોઝ કરી રહ્યો હોય છે,
લવ એ બોવ જ ઉંડો શબ્દ છે જેને તમે આમ ઉતાવળે વહાવી ના શકો,મારા મન થી દેખાતુ અને સામે વાળી વ્યક્તિ ના મન માં દેખાતુ એક લાગે તો જરુરી નથી કે એ લવ જ હોય પરંતુ બેસ્ટ ફ્રેન્ડશીપ માં પણ આવું બધું બનતું હોય છે,
હા લવ થઈ જાય પણ એને બહાર કાઢીને ને વ્યક્ત ના કરો થોડો ટાઇમ લો અને સામે વાળી વ્યક્તિ ને એકદમ નજીક થી ઓળખો અને એને પણ તમારાં થી વધારે એટલે કે તમારા attachment થી પણ વધારે એમના મન થાય ત્યારે તમને જાતે જ ખબર પડી જશે કે હવે બેસ્ટ ફ્રેન્ડશીપ લવ માં બદલાઇ રહિ છે અને ત્યારે તમે એમને પ્રપોઝ કરશો તો રિઝલ્ટ 100% તમારા ફેવરર માં જ આવશે,
મારા અનુભવો કંઇક આવા જ રહ્યા હતા એટલે આજે હું એ બધા ને કહ્યું છું જે મારી જેમ બધું હોવા છતા એકલા રહે છે અને એકલા રહેવાનું પસંદ કોઇને નથી પરંતું આપણા ઓચીંતા વીચાર અને જલ્દિ ઉદ્દભવતી લાગણીઓ ને કારણે આપણે એકલા રહિ જતા હોય છીએ,
ખેર દોસ્તૉ પ્લીઝ ખોટું નહિ લગાડતા આ તો મારા મન ની વાત છે અને મારી લાગણી નો એક અનુભવ છે કે મને થયું કે અંઇઆ શેર કરવો જોઇએ એટલે હું મારી નાનકડી વાત અંઇઆ મુકું છુ....

-દિપ'સ ગઢવી

English Story by Deeps Gadhvi : 111359417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now