હોળી ના પર્વ માં લોકોને હસતા,રમતાં આપણે જોયા છે,
ચાલ ને હોમી દઈએ એ ખોટા વહેવાર
ને આદતો ને આ આગમાં,
એવી પ્રદક્ષિણા કરતા કરતા મનના પોકારો કરતા
માનવીઓ મેં જોયા છે.
બન્ને આ પર્વ ખુશખુશાલ ને નવી જીંદગી
જીવીલઈએ હોશથી,
પણ.... રંગો લગાડતા ને રંગ બદલતા
મે માનવીઓ ને મેં જોયા છે.
પતંગિયા ઓ નીકળી પડ્યા
આ જુશા ને જોવા ને માણવા.,
રંગ બદલતા ને પ્રેમ થી ઝુમવુ
એ પતંગિયા ની પહેચાન છે,
પણ.. માણસને પણ રંગ બદલતા
મેં હોળીની જાળ માં જોયા છે.
હવા સાથે અગન નમે એતો એકબીજાની પ્રીત છે,,
પણ.. માનવીને પણ નમતા છાબડે બેસતા મેં જોયા છે.
ધુળેટી માં રંગવુ રંગાવુ ને પચરંગી થવુ
એતો તહેવાર ની રીત છે,
સમયે સમયે બધુ બદલાઈ એતો સમયની શીખ છે,
પણ... આ માનવીને વખતે બદલાતા
મેં આ જગમાં જોયા છે.
કરો મોજમસ્તી આ પર્વમાં નીખાલસ પ્રેમ થી વાંધો નહીં,
ભાવિક મેં તો સંબંધો ને રંગતા એ ચહેરાઓને જોયા છે.
હોળીના પર્વમાં લોકોને હસતા રમતા આપણે જોયા છે,
ચાલ ને હોમી દઈએ એ ખોટા વહેવાર
ને આદતો ને આ આગમાં,
એવી પ્રદક્ષિણા કરતા કરતા મનના પોકારો કરતા
માનવીઓ મેં જોયા છે.