Gujarati Quote in Thought by nihi honey

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોબાઈલ થી happy holi કહેવા માટે ઘણા છે,

પણ, એક ચપટી કલર કોઈ આવી ને લગાવી જાય
એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.

હું આજે પણ બાળપણ માં લગાવેલા કલર ને યાદ કરી ને વિચારું છું
કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી
એનો કલર ઝાંખો પડતો નથી ??

લાગણી થી લગાવેલ કલર ના લીસોટા
આત્મા સુધી પહોંચતા હોય છે.

નાનપણ માં કલર લગાવવા વાળા કહેતા કે
"ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ".

એ કાચા કલર ની અનુભૂતિ વારંવાર કહે છે કે
આના થી પાક્કો કલર દુનિયા માં બન્યો જ નથી....!!

આપ સર્વે ને હોળી તેમજ ધુળેટી ની હાર્દિક શુભકામના....!

Gujarati Thought by nihi honey : 111359334
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now